________________
૩૯૬
છે.” જ્ઞાનથી જાણું ક્ષેત્રપાલ બોલ્યા, “ભાગ્યવશાત્ રાજા આ સંકટમાંથી બચે. નાહક રાજાએ દેવદમની સાથે હેડ કરી છે. તેને દેવ-દાનવ કઈ જ હરાવી શકે તેમ નથી.”
પણ તમે રાજા જીતે તેવું કરો.” વિકમે કહ્યું, “રાજા એ જાળમાંથી છુટ જ જોઈએ.”
“પણ તે માટેનો ઉપાય તને કહેવાથી લાભ ? જે રાજા બળિ વગેરે આપી પૂછશે તે હું ઉપાય બતાવીશ.”
હું બળિ વગેરે આપી તમારું પૂજન કરીશ.” મહારાજાએ કહ્યું, “તમે પ્રસન્ન થઈ રાજા તે તે ઉપાય બતાવે.”
રાજા” ક્ષેત્રપાલે પિતાના જ્ઞાનના ઉપયોગથી વિક્રમને ઓળખી કહ્યું, “દેવદમની સાથે બાજી રમવામાં તમે મેટી ભૂલ કરી છે. રાજન, તે છતાય એમ નથી.”
પણ હવે મારાથી પ્રતિજ્ઞા ભંગના ભયે બાજી પડતી મૂકાય તેમ પણ નથી.” મહારાજાએ કહ્યું, “હું - તમને બળિદાન આપીશ. હું જીતી શકું તેવો ઉપાય બતાવો.”
ઉપાય તો બતાવું.” ક્ષેત્રપાલ બોલે, “પણ - ભૂલેચૂકે મારું નામ તમારે તેની આગળ દેવું નહિ.”
ખાતરી રાખે, તમારું નામ ક્યારે પણ દેવામાં આવશે નહિ.”