________________
(૩૮૬
સતને સાથીદાર આ જ છે. વિચારતા ચોરેએ ચાર રત્નની પેટીઓ લાવી આપી. - “ચાર કેમ? બીજી બે પેટીઓ ક્યાં ?”
“અમે તે ચાર જપેટીઓ લીધી છે. વધારે લીધી નથી.”
ઠીક” કહી મહારાજાએ ચેકીદારને કહ્યું, “આ લેકેને શૂળી પર ચડાવી દે - ચોકીદાર આજ્ઞાનો અમલ કરવા ચેરેને લઈ ચાલે, ત્યારે શબ્દજ્ઞાનીએ કહ્યું. “આ રાજાએ રાતના કહ્યું હતું. હું જેની સાથે હઈશ તેને રાજાને ડર નહિ હોય. માટે આપણે રાજાને મળી વાત કરીએ.”
હા. હા આપણે એમ જ કરીએ.” કહી રોકીદારને કહ્યું, “ભાઈ, અમને રાજા પાસે લઈ ચાલે, અમે બધી પેટીઓ આપી દઈશું.”
ચાલે.”કહી ચોકીદાર રાજસભામાં ચોરે સાથે આવે.
કેમ શું છે?” મહારાજાએ પૂછ્યું. ત્યારે શબ્દજ્ઞાનીએ કહ્યું, “રાતના અમે ચોરી કરવા નીકળ્યા હતા. ત્યારે અમને એક ભાઈ મળ્યા હતા તેને કહ્યું હતું, હું જેમની વચમાં, સાથમાં હઈશ. તેમને રાજાને ડર રહેશે નહિ. તે પછી અમને શૂળી પર કેમ ચઢાવવામાં આવે છે? અમે બીજી તે પેટીઓ લઈ ગયા છીએ તેમ માનતા હો તે અમારા ઘરમાં
જે કાંઈ હોય તે તેની કિંમત ગણી લઈ લે. રાજા જ્યારે "કેપે છે ત્યારે પ્રજાને જ સહન કરવાનું રહે છે.”