________________
૩૬૩
- આખરે બહુ રના વસુંધરા રુમાની પડહ વગડાવ્યા.
વિશાળી નગરીના ચોગાનમાં પડહ વાગી રહ્યો હતે. એ પડહના શબ્દો હતા, વિશાળા નગરીના રાજરાજેશ્વર મહારાજા નંદ આથી જાહેર કરે છે, “જે કઈ માનવી રાજકુમાર વિજયપાળનું દર્દ દૂર કરી આપશે, તેને રાજા પિતાનુ અધું રાજ્ય આપશે, તેમ જ તેનું રાજ્યમાં ભારે સન્માન કરવામાં આવશે.
અધું રાજ્ય અને રાજસન્માન! કંઈ કંઈ યુવાને, પ્રૌઢે અને વિચક્ષણ પુરુષો ઘડીભર કલ્પનાના તરંગે પર સવાર થઈ ગયા, પણ પડહ ઝીલવાની કોઈની હિંમત ચાલતી ન હતી.
વિશાળ નગરીના ટોળે વળેલા લોકે કૌતુકપૂર્વક આમતેમ જોતા હતા. કલાક, બે કલાક, ત્રણ કલાક વીત્યા પણ પડહને કેઈ સ્પર્શતું ન હતું.
સમય આગળ વધતાં પ્રધાનકન્યા એ પડહ સ્વીકારે છે. એવી જાહેરાત એક યુવાને લેકેના ટેળાને ભેદીને દેડતા આવી કરી. તેણે કહ્યું, “પૂરજને, તમને જાણીને આનંદ થશે કે, આપણા મહાઅમાત્યે જાહેર કર્યું છે તેમની ચોસઠ કળા પારંગત પુત્રીએ મંત્રોચ્ચાર દ્વારા રાજકુમારને “વિ-સેમિ-રના ભેદી દર્દમાંથી મુક્ત કરવાની હામ ભીડી છે.”
લેકે ઘડીભર સ્તબ્ધ બની ગયા. “રાજકુમારનું આવું ભયંકર દર્દ પ્રધાનપુત્રી દૂર કરી શકશે?” સહુના મનમાં એક સાથે શંકાનાં વમળ ઉમટવા લાગ્યાં.