________________
૩૬૨
કરાવવાથી જે પુણ્ય મળે છે તે બીજા કશાથી મળતું નથી.”
ગુરુદેવના આ વચનો સાંભળી વિક્રમે શત્રુજ્ય તીર્થમાં જીર્ણ થયેલા પ્રાસાદેને જીર્ણોદ્ધાર કરાવ્યા પછી, સંઘ સાથે જઈ ગિરનાર તીર્થને વિષે બિરાજતા શ્રી નેમિનાથ પ્રભુને પ્રણામ કરી અવંતી તરફ પ્રયાણ કર્યું. અનેક તીર્થોની યાત્રા કરી બધા અવતી આવ્યા ને શ્રીસિધ્ધસેન દિવાકરસૂરીશ્વજીના મુખથી ધર્મકથાઓ સાંભતા રાજા વિક્રમ જીવન સફળ કરતા હતા.
એક દિવસ એક ગરીબ માણસ સભામાં આવ્યું. તેણે નંદરાજાની વાત કહેતાં કહ્યું. “એ રાજાએ શારદાનંદના ગુરુને વગર વિચારે વધ કરવા હુકમ આપ્યું. પણ ડાહ્યા મંત્રીએ તેમને પિતાને ત્યાં ગુપ્ત રાખ્યા. થોડા દિવસ પછી રાજકુમાર વિજ્યપાલ પિતાના માણસો સાથે શિકારે ગયે. શિકાર પાછળ પડતાં દૂર નીકળી ગયે.
એ પાછો આવ્યો ત્યારે વિચિત્ર દઈ લઈને આવ્યા. એ દર્દ પણ ખૂબ વિચિત્ર હતું. રાજકુમારને ન હતે કોઈ શારીરિક વ્યાધિ કે ન હતે કોઈ માનસિક વ્યાધિ માત્ર રાજકુમારની જીભ પર “વિ-સે-મિ-રા' નામને કોઈ શબ્દરાક્ષસ સવાર થયે હતે.
એ “વિ-સે-મિ-૨' શબ્દ પાછળ શું રહ્યું છે એ શોધવા રાજાએ દેશપ્રદેશના વૈદે, ભૂવા, જતિઓ વગેરેને બલવ્યા હતા પણ પરિણામ શૂન્યમાં આવ્યું. “વિ-સે-મિ-શ” ની રટણ ઘટવાને બદલે વધવા લાગી.