________________
૩૮
આ જોઈતું હતું તેથી પાંચે જવા તૈયાર થઈ. મહારાજાએ પિતાનું નામ વિક્રમ રાખ્યું. ને મદના અને કામકેલી નૃત્ય કરે ત્યારે પિતે ગાશે તેમ નકકી કર્યું. ભદમા ભદયાત્રા નામ રાખ્યું ને વસન્તાદિ રાગ ગાવાને સ્વીકાર કર્યો. અગ્નિતાલિકા-અગ્નિતાલ)એ વીણા વગાડવાનું માથે લીધું.ને વસ્ત્રાભૂષણ ધારણ કરી પાંચે રાજકુમારી પાસે આવ્યાં. નક્કી કર્યા પ્રમાણે ગાવા બજાવવાનું શરૂ કર્યું. રાજકુમારી આથી પ્રસન્ન થઈ અને રાતના વિક્રમને ગાવા બજાવવા બોલાવી. વિક્રમાને લાખ મહેરે આપવાનું નક્કી કર્યું. - રાતના વિક્રમા આવી. તેને સ્નાન કરી પોતાની પાસે આવવા દાસી સાથે રાજકુમારીએ કહેવડાવ્યું. પણ વિક્રમાએ તે ન માન્યું. પછી રાજકુમારીએ પોતાની સાથે જમવા આગ્રહ કર્યો. તે પણ તેણે અમાન્ય કર્યો. પછી રાજકુમારી ગાન સાંભળવા બેઠી. ગાનામાં પૂરુષના સહકારને ઉલ્લેખ કરવામાં આવ્યું. એટલે બંને વચ્ચે ચર્ચા થઈ. તેમાં રાજકુમારી પુરુષ પ્રત્યેના ષની વાત કહેતાં પિતાના સાત ભવ કહેતાં કહ્યું, મારે પહેલે ભવ ધન અને શ્રીમતીને, બીજે જિતશત્રુ અને પદ્માવતીને, ત્રીજો મૃગલીને, એથે દેવીને, પાંચમે બ્રાહ્મણપુત્રી મનરમાને, છઠ્ઠો શુક-શુકીને એને સાતમે અત્યાર સુમલાને થયા. વિક્રમાએ પુરુષ પ્રત્યેને દ્વેષ દૂર કરવા શિખામણ આપી પછી સુકોમલાએ આપેલ ઈનામ લઈ પિતાને ત્યાં ગઈ પ્રકરણ બારમું લગ્ન પૃષ્ટ પ૬ થી ૬૪
પિતાને મુકામે આવી મહારાજવિક્રમાએ બધી વાત કહી ... ભોજન કર્યા પછી ત્રણે જણ બહાર ગયા ને ત્યાં પાંચે ઘોડા અને બે નર્તકીઓને અવંતી પહેચાડવા અને કમલાવતી પટરાણું પાસેથી ત્રણ દિવ્ય શૃંગાર લાવવા અગ્નિવૈતાલને જણાવ્યું. અગ્નિશૈતાલે તેમ કર્યું.