________________
પ્રકરણ છત્રીસમું
.
.
.. વિ-સે-મિ-રા
પૂજ્યપાદ-આચાર્યશ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજીના મુખેથી શ્રી શત્રુંજય મહાતીર્થનો મહિમા સાંભળી મહારાજા વિક્રમના મનમાં શ્રી શત્રુંજય ગિરિરાજની વિધિપૂર્વક યાત્રા કરવા વિચાર જન્મ્યો. ગુરુદેવને કહ્યું: “હે ગુરુદેવ, શત્રજ્ય તીર્થની યાત્રા કરવા મારી ઈચ્છા છે, તે આપ આપના પરિવાર સાથે પધારવા કૃપા કરે.” ગુરુદેવે વિક્રમ રાજાના મનની ઈચ્છા જાણી સાથે આવવા અનુમતિ આપી. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી સંઘ સાથે પધારવાના છે આ સમાચારે લેકમાં ઉત્સાહનું પૂર આયું.
રાજા વિક્રમે રાજાએ, સામતે, શ્રીમંત, પૂજય આચાર્યો, પૂજ્ય સાધુસાધ્વીઓ અને ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પત્રિકાઓ મોલી.
સંઘના પ્રમાણને દિવસ આવતાં આખા ય અવંતીને શણગારવામાં આવી.અવંતીમાં જ્યાં જુઓ ત્યાં આનંદને આનંદ,