________________
૩૫૮
“જે થાય તે ખરું પણ કારણ કહે.” રાજાએ કહ્યું, ત્યારે શ્રી ગુણસૂરિજી કહેવા લાગ્યા, “પહેલાં ભીમપુરમાં જૂર નામને રાજા હતા. તે ઘણે જ ન્યાયી હતા. તેણે પોતાના શત્રુના વીરપુર નગરને નાશ કર્યો. ત્યારે સેમ નામના શ્રેણીના ત્રણ વર્ષની ઉંમરના સુંદર પુત્ર ધીરને અને બે વર્ષની કન્યા વીરમતીને એક સૈનિક લઈ ત્યાંથી નાસી છૂટ. તેણે ઘણું દ્રવ્ય લઈ તે બંનેને કમલ શ્રેષ્ટીને સોપ્યાં. દિવસે જતાં તે યુવાવસ્થામાં આવ્યાં. બંનેના લગ્ન કરવામાં આવ્યાં.
એક વખત શ્રી ધર્મઘેષ નામના મુનિ મહારાજ પધાર્યા, તેમને વાંદવા કમલ સપરિવાર ગયે. ત્યાં જઈ તેણે ધીર અને વીરમતિમાં ગાઢ પ્રેમ થવાનું કારણ પૂછયું. જવાબમાં તેમણે તે બંને ભાઈબહેન છે તેવું કહ્યું. તે સાંભળતાં જ બંને જણાએ વનમાં જઈ ભગવાન શ્રી આદિનાથને પ્રણામ કરી ગૃહત્યાગ કર્યો. દીક્ષા લીધી, ઉગ્ર તપ કરી બંને વર્ગમાં ગયાં. આયુષ્ય પૂર્ણ થતાં ત્યાંથી તેઓ પૃથ્વી પર આવ્યાં. તમારાં પુત્ર-પુત્રવધૂ થયાં ને તેમને પૂર્વજન્મનું સ્મરણ થવાથી મૌન ધારણ કર્યું છે.”
અરિમર્દન તેમજ બીજાઓએ આ સાંભળ્યું. ત્યારે એ દંપતીએ મન ત્યાગી ત્યાં જ દીક્ષા લીધી ને ઉગ્ર તપશ્ચર્યા કરવા
ત્યાંથી ચાલ્યાં ગયાં, પછી રાજાએ પૂછ્યું. “મારા કયા પુણ્યકર્મથી આ રાજ મળ્યું છે?” જવાબમાં ગુરુએ કહ્યું. “ગત જન્મમાં તમે શ્રી જિનેશ્વરદેવની ભાવસહિત પૂજા કરી હતી તેથી આ બધું પ્રાપ્ત થયું છે.”