________________
૩૫૩
તે અવતારમાં મેં ભગવાન આદિનાથની પૂજા કરી હતી, તેથી હું રાજકન્યા થઈ મને ગત જન્મનું સ્મરણ રહ્યું. એ સ્મરણ જ મને પુરુષ જાતને તિરસ્કાર કરવા પ્રેરે છે.”
બેન.” અરિમર્દન બે, “સ્ત્રીઓ ગુસ્સામાં શું નથી કરતી? એ ગુસ, એ ક્રોધ, સર્વ પુણ્યને નાશ કરનાર છે.”
રાજમહેલમાં આ બે જણાં આમ વાત કરે છે, ત્યારે બ્રાહ્મણ રૂપધારી મંત્રી નગરમાં ફરી રાજસભામાં આવ્યા ને રાજાને કહ્યું, “મહારાજ, મારી પુત્રી અને હવે આપ.” બ્રાહ્મણના શબ્દ રાજાએ તે છોકરીને લાવવા દાસીને મોકલી. દાસીએ રાજકુમારીને રાજાને સંદેશો કહ્યો ત્યારે રાજકુમારીએ કહ્યું, “હું આ બ્રાહ્મણકન્યાને આપનાર નથી. હું તેના વગર રહી શકું તેમ નથી”
આ શબ્દો દાસીએ રાજાને કહ્યા. ત્યારે બ્રાહ્મણસ્વરૂપી મંત્રી મરવા તૈયાર થયે, તે જોતાં જ રાજા જાતે જ ત્યાં ગયે. ને કન્યા લાવી બ્રાહ્મણને ઑપી. પિતાની કન્યા લઈ બ્રાહ્મણે ત્યાંથી ચાલવા માંડ્યું. ચાલતા ચાલતા તેણે કહ્યું, “આવું નગર કયાંય નથી.” ને તેની કન્યાએ માથું હલાવ્યું. પછી બંને જણ નગર જોતા જોતા નગર બહાર આવ્યા. ને મૂળ સ્વરૂપમાં આવી ગયા તેવામાં મેહી પણ આવી પહોંચી. તેણે બંનેને શય્યા પર બેસાડી પિતાને ત્યાં લાવી, તેમને ભેજન કરાવ્યું. તે પછી રાજાએ કહ્યું, હું સૈન્ય સાથે અહીં આવીશ, તું મને ત્યાં લઈ જશે?