________________
૩૪૧
ચંદ્રશેખરને બેલાવ્યું હતું, પણ તમારા પાછા આવતાં બાજી ધૂળમાં મળી ગઈ. તે પછી ચંદ્રશેખરે કામદેવની આરાધના કરી, ચંદ્રવતીની યાચના કરી. કામદેવે ચંદ્રશેખરને અંજન આપતાં કહ્યું, “મૃગધ્વજ રાજા ચંદ્રવતીના પુત્રને જોશે નહિ, ત્યાંસુધી આ અંજનથી અદશ્ય રહી શકાશે.” કહી કામદેવ ચાલ્યા ગયા ને અંજન આંજી ચંદ્રશેખર અદશ્ય થઈ ચંદ્રવતી પાસે આ બધી વાત કહીં.
દિવસે જતાં ચંદ્રવતીએ એક દહાડે ચંદ્રશેખરને કહ્યું, હવે મને પ્રસવ થાય તેમ લાગે છે, તે શું કરીશું?' જવાબમાં ચંદ્રશેખરે કહ્યું, ‘એ પુત્રને હું મારી સ્ત્રી યશેમતિને આપીશ.” ને આખરે થયું પણ એમ જ. પુત્રને જન્મ થતાં તે પુત્ર યમતિને સેંપવામાં આવ્યું, તેનું નામ ચંદ્રાંક રાખવામાં આવ્યું. યમતિ પાસે મોટા થયેલા ચંદ્રાંકને પિતાને કરવા એ યમતિને વિચાર આવ્યું. તેણે પોતાને વિચાર જણાવી તે તેની માતા નથી, પણ ચંદ્રવતી તેની મા છે તેમ કહ્યું. ચંદ્રાંકે યમતિની માંગણીને અસ્વીકાર કર્યો ને પિતાનાં માતપિતાનાં દર્શને ચાલ્યા. આથી યશેમતિ દુઃખી થઈ ચેશિની થઈ. રાજન, એ યમતિ હું છું. આકાશવાણીએ તમારી સ્ત્રીના સમાચાર જાણવા માટે તમને અહીં મેકલ્યા છે.”
મૃગધ્વજ આ સાંભળી લાલપીળો થઈ ગયે. ગિનીએ તેને ઉપદેશ આપી શાંત કર્યો. પછી મૃગધ્વજ ચંદ્રાંક સાથે ઉદ્યાનમાં આવ્યું ને ત્યાં આવેલા મંત્રીને કહ્યું, “હવે