________________
ઘણી ધામધૂમથી કરાવવામાં આવ્યું. દિવસે જતાં મૃગવજ પિતાના કુટુંબ સાથે બાગમાં આવ્યું. ત્યાં એક સેવકે આવી જણાવ્યું, “સારંગપુરના રાજાને પુત્ર સૂર આપના પુત્ર હંસરાજ સાથે યુદ્ધ કરવા માટે આવે છે.” આ સાંભળી મૃગધ્વજ અને શુકરાજ લઢવા તૈયાર થયા, ત્યારે હંસરાજે કહ્યું, ‘તેને જ્યારે મારી સાથે જ લઢવું છે તે હું જ તેની સાથે લઢીશ.” કહેતે તે લઢવા તૈયાર થઈ આગળ ગયે. બંને સામસામા આવી ગયા. હંસરાજે યુદ્ધમાં તેને હરા. તે બેશુદ્ધ થયું એટલે હંસરાજે તેની સેવા કરી. તે શુધ્ધિમાં આવે, ત્યારે તેનું હૃદય હંસરાજ માટે માનથી ભરાઈ ગયું. મૃગધ્વજે તેને પૂછ્યું, “મારા પુત્ર તમારું શું બગાડ્યું હતું, જેથી તમે તેની સાથે યુદ્ધ કરવા આવ્યા હતા?
જવાબમાં સૂરે કહ્યું, “સાંભળે, એક વખત કેવળી ભગવાન સારંગપુર પધાર્યા હતા, મારા પિતા સાથે હું તેમને વાંદવા ગયે હતું. તેમની ધર્મદેશના સાંભળ્યા પછી ક્યા પુણ્યના પ્રભાવે હું રાજકુમાર થયે? તે પૂછ્યું. જવાબમાં તેમણે કહ્યું. “ભલિપુરમાં જિતારી નામને રાજા હતું, તે પિતાની હંસી અને સારસી તેમજ મંત્રી અને સેવકે સાથે વિમલાચલ ગયે હતે. પાછા ફરતાં રસ્તામાં તેનું મૃત્યુ થયું, તેથી મંત્રીએ બધાને ભક્િલપુર લઈ જતાં રસ્તામાં ચરક નામના સેવકને કહ્યું, “વિશ્રામસ્થાનમાં હું રત્નકુંડળ ભૂલી ગયો છું, તે તું લઈ આવ. ચરક તે રતનકુંડલ લેવા ગયે પણ જડ્યું નહિ, તેથી તે પાછો ફર્યો ને સમાચાર કહ્યા. આ સાંભળી મંત્રીએ