________________
૩૩૫
ઋષિએ રાજકુમારની માંગણી કરી એટલે રાજાએ કુમારોને પૂછયું, ત્યારે હંસરાજે કહ્યું, હું આશ્રમનું રક્ષણ કરવા જવા તૈયાર છું. તે સાંભળી રાજા પ્રસન્ન થયું. ત્યાં તે શકરાજે આશ્રમનું રક્ષણ કરવા જવા આજ્ઞા માગી, એટલે મંત્રીએ શુકરાજને જવા દેવા જણાવ્યું. તેથી ગાંગલી ઋષિ સાથે શુકરાજ આશ્રમનું રક્ષણ કરવા ગયે. તે પછી ઋષિ વિમલાચલ મહાતીર્થ તરફ ગયા.
એક વખત રાત્રિના વખતે શકરાજ આશ્રમને વનમાં ફરી રહ્યો હતો, ત્યારે ત્યાંની હસતી પ્રકૃતિને જોઇ હદય શાંતિ અનુભવી રહ્યું હતું. તેવામાં એકાએક કોઈ સ્ત્રીના રડવાને અવાજ તેણે સાંભળે. એટલે તે અવાજની દિશાએ ચાલ્યા, તે તેની નજરે એક સ્ત્રી રડતી જણાઈ તેની પાસે જઈ રડવાનું કારણ પૂછ્યું ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હું અરિમર્દન રાજાની પુત્રી પદ્માવતીની ધાવ મા છું. મને અને પદ્માવતીને કેઈ આકાશચારી ઉપાડી વિમાનમાં બેસાડી લઈ ચા, હું અહીં વિમાનમાંથી પડી ગઈને પદ્માવતીના વિયોગે રડી રહી છું.'
શુકરાજ તે સ્ત્રીની વાત સાંભળી તેને આશ્વાસન આપી પદ્માવતીની શોધ કરવા ચાલ્યા. જિનપ્રાસાદ પાસે તેણે એક માણસને રડતે જોયે. એટલે શુકરાજે તેને રડવાનું કારણ પડ્યું. જવાબમાં તેણે કહ્યું, વૈતાવ્ય પર્વત પર આવેલા ગગનવલ્લભ નગરથી હું પૃથ્વી પર્યટન કરવા નીકળ્યું હતું, હું આકાશચારી છું. મારું નામ વાયુવેગ છે. અહીં આવતાં મારું વિમાન અટકી ગયું. એ વિમાનમાંથી પહેલાં એક સ્ત્રી