________________
૩૩૩
જેવા મુનિ ધન્યવાદને પાત્ર છે. જેમણે યુવાવસ્થામાં સંસારથી વિમુક્ત થઈ વૈરાગ્ય પ્રાપ્ત કર્યો.” બેલતાં મૃગધ્વજ રાજાએ પૂછયું, “મને વૈરાગ્ય ક્યારે પ્રાપ્ત થશે?” કેવળી ભગવંતે કહ્યું. “રાજન, જ્યારે તમારી દષ્ઠિએ તમારી રાણી ચંદ્રવતીને પુત્ર પડશે ત્યારે તમને પણ વૈરાગ્ય પ્રાપ્ત થશે.”
કેવલી ભગવંતના શબ્દ હદયમાં ધારણ કરી વિધિપૂર્વક વંદન કરી સંસારને સ્વપ્નવત્ માનતે રાજા પોતાના નગરમાં ગયે ને કેવળ ભગવંત જ્ઞાનપ્રકાશ પાધરવા સ્થળે. સ્થળે વિચરવા લાગ્યા.