________________
૩૪
આપે છે કે તે ફળ કિયા મહારાજને આપે છે. તેથી મહારાજાને ૌરાગ્ય થાય છે. મંત્રીવર્ગ અને પ્રજાજનો મહારાજાને વિનવે છે. પણ પરિણામ શૂન્યમાં આવે છે. પ્રકરણ પાંચમું વિક્રમને રાજ્ય સેપેવા કરેલે નિર્ણય
પૃષ્ઠ ૧૭ થી ૨૦ રાજસિંહાસન સનું જોઇ સરદાર-સામતે “શ્રીપતિ’ નામના કુલિન ક્ષત્રીને ગાદી પર બેસાડે છે. રાતના અગ્નિશૈતાલ તેને નાશ કરે છે. તે વખતે ક્ષિપ્રા નદીના દિનારે વિક્રમ અવધૂત વેશમાં આવી મુકામ કરે છે. પ્રજાજને તેનાં દર્શને આવે છે. ત્યાં એ સમાચાર જાણે છે, જે પિતાને રાજગાદી પર બેસાડવામાં આવે તે પોતે પ્રજાનું રક્ષણ કરશે તેમ જણાવે છે. પ્રકરણ છઠ્ઠ રાજતિલક પૃષ્ઠ ૨૧ થી ૨૩
અવધૂત વેશધારી વિક્રમને ગાદી પર બેસાડવા સામંતાદિ આવે છે. ને દબાદબાપૂર્વક નગરીમાં લઈ જાય છે. તેને ગાદી પર બેસાડવામાં આવે છે. સભાજનો વિક્રમને રાજતિલક કરે છે.
ઉપદ્રવ કરનાર અધમે અસુરને અવધૂત મારશે એવું માનતા બધા વિખરાય છે. અવધૂત મેવા મિઠાઈ વગેરે પકવાન અસુર માટે તૈયાર કરાવે છે તેમજ સુવાસિત પુષ્પ, દીપક વગેરેથી રાજમહેલ શોભાવે છે. રાજાને તેના ભાગ્ય પર છેડી અવંતીની પ્રજા નિંદ્રાધીન થઈ. રક્ષકને સાવધાન રહેવાનું કહી અવધૂત જાગતે પલંગમાં ખડગ સાથે સુએ છે.
અડધી રાત થઇ. અગ્નિશૈતાલ ત્યાં આવ્યો. રાજાએ તેને પકવાન ખાવા નમ્રતાપૂર્વક જણાવ્યું. રાજાની નમ્રતા જઈ અસુરે–અગ્નિ વૈતાલે “હવે તે ઉપદ્રવ નહિ કરે” તેવો આશીર્વાદ આપે જેથી • અવંતીનગરીમાં શાંતિ સ્થપાઈ.