________________
૩૭
કેમ વધતું નથી તે હું જ સમજી શક્તા નથી.” આ શબ્દ પર વિચાર કરી ત્યાં “વિમલાનગરી વસાવવામાં આવી બધાએ ત્યાં મુકામ કર્યો રાજા ત્યાં રહી ધર્મધ્યાન કરવા લાગ્યા. તે પછી શ્રી ગોમુખ યક્ષે કહ્યું, “મેં દૈવી શક્તિથી તમને તીર્થાધિરાજનાં અહીં દર્શન કરાવ્યાં. તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરી. હવે હું આ તીર્થને તમારી દષ્ટિથી દૂર કરીશ. તમે સૌરાષ્ટ્રમાં જઈ તીર્થરાજ પર બિરાજેલા શ્રી આદિનાથ ભગવાનના દર્શન-વંદન ને યાત્રા કરજો.”
બીજે દિવસે રાજાએ સંઘ સાથે તીર્થાધિરાજશ્રીસિદ્ધાચળ તરફ પ્રયાણ કર્યું. ત્યાં જઈ ભગવાનના દર્શન કરી પાછા આવી વિમલાનગરીમાં થોડો સમય રહીને પાછે ભદ્દિલપુર આવ્યો. થોડા સમય પછી શ્રીશ્રતસાગરસૂરીશ્વરજીના આગમનના સમાચાર સાંભળી રાજા સપરિવાર સામે ગયે, તેઓશ્રીને ઉપદેશ સાંભળે. ન્યાયનીતિથી રાજ્યનું પાલન કરતા રાજાએ તે પછી અનશન લઈ શ્રી નવકાર મહામંત્ર સાંભળતાં દયાનમાં તત્પર થયે. તે વખતે ભગવાન શ્રી આદિનાથના મંદિરના શિખર પર એક પોપટને બેલતે સાંભળી તેનામાં જીવ પરોવાયે. અંતે એ પિપટમાં જીવ પરોવાતાં મૃત્યુ પામી તે પોપટના અવતારને પામ્યો.
બને રાણીઓએ પતિના મૃત્યુ પછી ભાવથી દીક્ષા લઈ સ્વર્ગગમન કર્યું ત્યાં તે બન્ને દેવીઓ થઈ. તેમણે તેમને પતિ તિર્યંચ ગતિને પામે છે તે જાણી તેની પાસે