________________
૩૧૫
પાસે ગયા, વંદના કરી. ગુરુદેવે મેક્ષમાર્ગને ઉપદેશ આપે. રાજા પર એ ઉપદેશની સારી એવી અસર થઈ ને તેણે શુદ્ધ અહિંસા ધર્મને ગ્રહણ કર્યો. તે આનંદમાં દિવસે વિતાવવા લાગે. દિવસો જતાં એક દિવસે તે અગાસીમાં બેઠા હતા ત્યારે તેણે યાત્રીઓને જતા જોયા. સેવક દ્વારા તેઓ કયાં જાય છે, તે પૂછાવ્યું. જવાબમાં તેઓએ શંખપુરના વતની છે અને ગિરિરાજ શ્રી સિદ્ધાચળ તીર્થ પર ભગવાન આદિનાથની યાત્રા-નમસ્કાર કરવા જાય છે, તેવું કહ્યું.
આ સાંભળી રાજા તે યાત્રીઓ પાસે આવ્યા. ત્યાં શ્રી કૃતસાગરસૂરીશ્વરજીને ભકિતપૂર્વક નમી “શ્રી સિદ્ધાચળ પર કેમ જઈ રહ્યા છે?” તે પૂછયું સૂરીશ્વરજીએ કહ્યું, “જૈન શાસ્ત્રમાં તે તીર્થરાજનું ઘણું માહાભ્ય છે. ત્યાં બિરાજેલા ભગવાનનાં દર્શન કરતાં ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે કે મનુષ્યજન્મ સફળ થાય છે.” વગેરે ઘણું ઘણું અદ્ભુત વર્ણન કર્યું.
સૂરીશ્વરના મેઢેથી તીર્થમાહામ્ય સાંભળી રાજાએ પોતાના મંત્રીઓ આગળ પ્રતિજ્ઞા કરી, હું જ્યાં સુધી ભગવાન શ્રી આદિનાથને પ્રણામ નહિ કરું ત્યાં સુધી અન્નજળ લઈશ નહિ. તીર્થયાત્રા હું પગે ચાલીને કરીશ.” કહેતે રાજા સર્વ તૈયારી કરી તે સંઘ સાથે જવા તૈયાર થયે, ત્યારે મંત્રીઓ રાણીઓ પણ સાથે ચાલી. સંઘ આગળ વધે. દિવસે જવા લાગ્યા. બધાંને રાજાની ચિંતા થવા લાગી. “અન્નજળ વગર રાજા કેવી રીતે ત્યાં પહોંચશે.” તે વિચાર બધાને