________________
૩૧૦
તમારી કન્યાનું લગ્ન કરજે. સવાર થતાં તમે આવ્યા ને મેં મારી પુત્રી પરણાવી.”
આ સાંભળી રાજા મનમાં મૂઝાવા લાગ્યા, ત્યારે પેલે પોપટ આવીને બે, “મારી પાછળ પાછળ આવે. હું મારામાં શ્રદ્ધા રાખનારને નિરાશ કરતું નથી.' કહીને તેણે ઊડવા માંડ્યું, રાજાએ પણ પાછળ ઘેડે દેડાવ્યા, તેઓ જયારે નગર લગભગ થવા આવ્યાં ત્યારે પોપટ ઊડતે અટક્ય એટલે રાજાએ પૂછયું, “પપટ, કેમ અટકે ?” પોપટે કહ્યું, “તમારી દુરાચારણી ચંદ્રાવતી સ્ત્રીએ પોતાના ભાઈની સહાયથી રાજની લગામ હાથમાં લેવા યત્ન કર્યો છે. ચંદ્રશેખર બેનની ઈચ્છાને માન આપી લશ્કર લઈ આવ્યું છે. તમારા વફાદાર તેને સામને કરી રહ્યા છે.” કહી પોપટ ત્યાંથી ઊડી ગયે.
પોપટના શબ્દો સાંભળી રાજાને પોતાની કુટિલ સ્ત્રી માટે તિરસકાર જન્મે. રાજ સૂનું મૂકી જવા માટે તેણે પોતાની જાતને ઠપકો આપે. તેવામાં કેટલાક માણસેને પોતાની તરફ આવતા જોયા. પોતાની સ્ત્રીનું તેમનાથી કેવી રીતે રક્ષણ કરવું તેને વિચાર કરતા રાજા મનમાં બેલ્યા, “હું એક છું, જાણી અહીં એ લેકે આવી રહ્યા છે.”
રાજા આમ વિચાર કરી રહ્યા છે તે વખતે “ય જ્યકારને પોકાર તેણે સાંભળ્યું. તેણે જોયું તે પોતાના જ માણસો જણાયા તેમને તેણે પૂછયું, “તમે અહીં કેવી