________________
૩૦૪
બ્રાહ્મણે કહ્યું. “મેં તિષશાસ્ત્રના આધારે લગ્નના બળથી, લેક જેની છત્રછાયામાં રહે છે ને જેમને આદરપૂર્વક વિજય ઇચ્છે છે તેના પર આવેલી વિપત્તિ જાણું હટાવી.”
બ્રાહ્મણનું કહેવું સાંભળી રાજાએ રાત્રે જે બન્યું હતું તે બધું બધાને કહી સંભળાવ્યું. ને બ્રાહ્મણને પુષ્કળ દ્રવ્ય આપી સંતળે. વળી સાત કન્યાઓનાં લગ્ન માટે પણ ઘણું ધન આપ્યું આ પ્રમાણે તે બ્રાહ્મણને તેમજ પ્રજાને ઘણું દાન આપી સુખી કરી. વળી ઘણું દ્રવ્ય ખર્ચા પિતાને કીર્તિસ્તંભ બનાવ્યો.
સાતમે સર્ગ સંપૂર્ણ