________________
૩૦૩
દરિદ્ર સમજે છે, પૈસાદાર બધાને પૈસાદાર સમજે છે, સુખી બધાને સુખી માને છે. મનુષ્યની આ રીત છે.”
હે પ્રિય!” બ્રાહ્મણે ફરીથી પિતાની સ્ત્રીને કહ્યું, રાજા કેઈને સંબંધી થતું નથી. છતાં પ્રજા તે રાજાનું ભલું ચાહે છે.” કહેતા તે બ્રાહ્મણે પોતાની જાતે ઊઠી રાજાની શાંતિ માટે સારા સારાં ફૂલ વગેરેથી શાંતિકર્મ કરવા માંડયુ. ત્યારે સાંઢ અને ભેંસ લડવાનું છોડી જુદાં થઈ ગયાં. આ જોઈ રાજાએ બ્રાહ્મણના ઘર પર નિશાન કર્યું ને ત્યાંથી પિતાને મહેલે આવી શયન કર્યું.
સવાર થયું. મહારાજા સભામાં આવ્યા. અને પેલા બ્રાહ્મણને બેલાવવા નિશાની બતાવી રાજસેવકોને મેકલ્યા.
રાજસેવક રાજાએ આપેલી નિશાની જોતાં એ બ્રાહ્મણના ઘેર આવ્યા ને કહ્યું, “હે બ્રાહ્મણ! તમને મહારાજા બોલાવે છે.”
આ સાંભળી બ્રાહ્મણી બોલી, “હે પ્રિય ! તમે રાત્રે રાજાના સુખ માટે શાંતિકર્મ કર્યું, તેનાં ફળરૂપ આ આપત્તિ આવી. રાજા આપણું શું દશા કરશે, તે સમજાતું નથી. રાજાનું પિષણ કરવામાં આવે છતાં પણ તે પિતાનો થતું નથી.”
ઠીક, ઠીક.” કહેતે બ્રાહ્મણ રાજાસેવકો સાથે સભામાં આવે ને આશીર્વાદ આપ્યા, ત્યારે રાજાએ પૂછ્યું, “હે બ્રાહ્મણ! મારા પર સંકટ આવ્યું છે, તે તમે કેવી રીતે જાયું ? અને તે કેમ દૂર કર્યું ?”