________________
૨૯૫
કહેવા લાગ્યું, “હાથમાં પરી લઈ દારૂ પીતી. માંસ ખાતી હે ચાંડાલણી ! રસ્તામાં તું શા માટે પાણી છાંટે છે?”
મંત્રીને જવાબ ન આપતાં તે સભામાં આવી સંસ્કૃતમાં કહેવા લાગી. આ રસ્તા પરથી જૂઠી સાક્ષી પૂરનારે, મિથ્યા બેલવાવાળ, કૃતન, લાંબા સમય સુધી કોપી રહેનારો, શિકાર, પદ્રોહ, મદ્યપાન વગેરે કરનાર માણસ ગયે હશે. તેથી હું પાણી છાંટી આ રસ્તાને પવિત્ર કરું છું.'
હે ચાંડાલણ!” મંત્રી બે, તુ “આવું ન બોલ. પાણીથી નાહવા છતાં ચાંડાલ ક્યારે પણ શુદ્ધ થતું નથી.”
ચાંડાલિની બોલી, “ખોટી સાક્ષી પૂરના, મિથ્ય બેલનારો, કૃતકન, લાંબા સમય સુધી કોધી રહેનાર, શિકાર, મદ્યપાન કરવાવાળો તથા આવાં બીજાં પાપ કરનાર મનુષ્ય પાણીથી પવિત્ર થતા નથી. પુરાણમાં પણ કહ્યું છે, દુષ્ટ અંત:કરણવાળે મનુષ્ય તીર્થમાં કેટલીય વાર સ્નાન કરે પણ તે શુધ્ધ થતો નથી તે તે મદિરા પાત્રની જેમ અનેકવાર ધવા છતાં અપવિત્ર રહે છે.”
ચાંડાલિનીએ કહેલી બધી વાતે રાજાએ મંત્રી દ્વારા સાંભળીને તેને પાસે બેલાવી. ને પાણી છાંટી રાજા પાસે તે આવી. ને પાણી છાંટી બેઠી.
રાજા તેને પાણી છાંટતી જોઈ ગુસ્સે થયો, અને સેવકને તેનો નાશ કરવા આજ્ઞા આપી.