________________
ર૭૩
ચોરના શબ્દો સાંભળી રાણી વિચારવા લાગી, વિષ્ટામાં રહેલા કીડાને અને સ્વર્ગનાં રહેલા ઈન્દ્રને મૃત્યુ અને જીવવાની એક સરખી જ ઈચ્છા હોય છે. નીચમાં નીચ નિમાં જન્મલાને પણ મરવાની ઈચ્છા થતી નથી, એ પ્રકૃતિને નિયમ છે. તેથી જ અભયદાન એ સર્વ દાનમાં શ્રેષ્ઠ છે. કહેવાય છે, શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને ઉપદેશ આપતાં કહ્યું, “મેરુ પર્વત જેટલું સોનાનું દાન કરે અથવા સમસ્ત પૃથ્વીનું દાન કરે પરંતુ તે એક જીવને બચાવ્યા બરાબર નથી.” સુવર્ણ, ગાય, પૃથ્વી વગેરેનું દાન કરવાવાળા આ પૃથ્વમાં ઘણાં છે. પણ પ્રાણીને અભયદાન દેનારા કેઈક જ હોય છે. વિચારતી રાણીએ દયા લાવી ચેરને કહ્યું. “સાત દિવસ સુધી અમે તારી રક્ષા કરી, પણ હવે કાલે તારું મોત નક્કી છે, તે તને એ મૃત્યુથી કેણ બચાવશે? માટે તું ચુરી કરવાને બંધ હવે મૂકી દે. ચારરૂપી પાપને વૃક્ષથી માનવને વધ અથવા બંધન મળે છે. અને પરલેકમાં નરકનું દુઃખ ભેગવવું પડે છે, ભાગ્યહીનતા, દાસપણું, શરીરનું છેદન, દરિદ્રતા આ બધું ચેરીના ફળરૂપે માણસને મળે છે, તેથી આ વાત ધ્યાનમાં લઈ ચેરી નહિ કરવાને તું મનમાં નિશ્ચય કર.”
- રૂપવતીની આ વાત સાંભળીને ચોરીના પાપથી ડરીને ચર કહેવા લાગે, “આજથી હું એક તણખલા સરખાની ચોરી જિન્દગીભર નહિ કરું.”
ચોરને આ નિશ્ચય જાણી રૂપવતી રાજા પાસે ગઈ અને કહેવા લાગી, “હે રાજન ! આ ચાર ક્યારે પણ ચેરી