________________
ર૬૩.
આખરે રાજાના આગ્રહને વશ થઈ સૂરિજીએ અવધૂત વેશમાં ઊભા થઈ બત્રીસ દ્વાઢિશિકાર્થી એટલ ૩૨ શ્લેકે વડે મહાવીર ભગવાનની સ્તુતિ કરી.
સ્તુતિ કરવા છતાં મહાવીરસ્વામી પ્રગટ નથી થતા તે સૂરિએ જોયું. એટલે પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરી, કલ્યાણ મંદિર સ્તોત્રથી જોધયા' વગેરે શબ્દથી ગર્ભિત કાવ્ય જ્યારે તેમણે રચ્યું ત્યારે મહાકાલનું લિંગ ધીરે ધીરે ફાટવા લાગ્યું. એ લિંગમાંથી ધુમાડે નીકળવા લાગે, થોડી જ વારમાં એ ફાટેલા લિંગમાંથી ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થતી દેખાઈ
શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થયેલી ઈસિદ્ધસેનસૂરીજી કહેવા લાગ્યા. “આ જ દેવ મારી અદ્ભુત સ્તુતિ સહન કરી શકે છે.”
“હે ભગવન્!” રાજાએ પૂછ્યું. “તમે કોણ છે? અને આ પ્રગટ થયેલા દેવ કેણ છે?”
સૂરિમાં અગ્રગણ્ય વૃધ્ધવાદિસૂરીને હું સિદ્ધસેન નામને શિષ્ય છું” અવધૂતે કહ્યું, “કોઈ કારણથી હું બહાર ભ્રમણ કરવા નીકળે છું. અનેક દેશમાં ભ્રમણ કરતે હું આજ અહીં આવ્યો છું. હે રાજન ! અત્યાર પહેલાં તમારી સાથે મારી મુલાકાત થઈ ચૂકી છે. જ્યારે હું તમને પહેલાં મળે ત્યારે મેં આ લેક મેક હતે.