________________
-
૨૪૩
રહ્યો છે. મારી પુત્રીના પ્રભાવથી આ લોકે તેને મહત્ત્વ આપી રહ્યા છે.
શત્રુ સામતે તેને પ્રણામ કરે છે. પણ એ વૈદ્યની નીચતા કેવી રીતે જશે? કાગડો હંસની ચાલ ચાલી શક્તો નથી. તેમ નીચ મનુષ્ય પોતાને સ્વભાવ છેડી શકતું નથી.”
બધાને વિક્રમચરિત્રે સત્કાર કર્યો ત્યારે તે કહેવા લાગ્યા, “તમે નર શ્રેષ્ઠ છે.” અમે તમારી આજ્ઞા માથે ચઢાવીએ છીએ.” કહી બધા પોતપોતાના સ્થાને ગયા.
સંકલ્પવિકલ્પના ઝૂલે ઝૂલતા રાજા કનકસેનને મનમાં શંકા થઈ. “મારે જમાઈ ઉચ્ચ કુળમાં જન્મ્યો હવે જોઈએ. કેમ કે આચારથી કુળ જણાય છે. જેમ શરીરથી ભેજના જણાય છે, હર્ષથી સ્નેહ જણાય છે, અને ભાષાથી દેશ જણાય છે.”