________________
૩૫
છોકરો નીરાગી થતાં શેઠને ખૂબ આનંદ થયે ને રાજકુમારને ખૂબ આદરસત્કાર કરતાં તેને ખવડાવી– પીવડાવી ખુશ કર્યાં.
વિક્રમચરિત્ર એ શેઠના મહેમાન થઈ તેને ત્યાં જ રહ્યો. કહેવત છે, ભાગ્યશાળી જ્યાં જાય ત્યાં તેનું ભાગ્ય જાગતું જ હોય છે. સૂર્ય વાદળથી ઢંકાયા હાય છતાં અધકારના નાશ કરે જ છે.
રાજાએ પાતાની પુત્રીને દસ દિવસ રાહ જોવાનું કહ્યું હતુ, ને રાજકન્યાએ દસ દિવસ રાહું જોઈ, તેને આજ દસ દિવસ પૂરા થઇ ગયા. તેથી તે ચિતા પર ચઢવા પેાતાના આપને મળી ઘોડેસવાર થઈ રાજમાર્ગ પરથી જવા લાગી. ત્યારે આગળ વાજિંત્રો વાગતાં હતાં.
વાજિંત્રોના અવાજ સાંભળી રાજકન્યાને જોવા માટે ઘરનાં કામ છોડી સ્રીએ બહાર આવવા લાગી. ત્યારે વિક્રમચરિત્રે શેઠને પૂછ્યું, “ અહીંયાં આટલા બધા લેકે કેમ ભેગા થયા છે ? '
،،
રાજકુમારને જવાબ આપતાં શેઠે બધી વાત કહી. શેઠની વાત સાંભળી વિક્રમચરિત્ર માથુ હલાવવા લાગ્યો.
“ તમે માથું કેમ હલાવ્યું ? 'શેઠે રાજકુમારને પૂછ્યું, “શું કારણ છે તે કહા ?”
“ રાજકન્યા નકામી મરી જશે.” રાજકુમારે કહ્યું.
,,
“હું નરશ્રેષ્ટ ! ” શેઠ પૂછવા લાગ્યા, “ તે દેખતી