________________
તેમણે પોતાના માતાપિતાને વિનંતી કરી કે, “મને ભાગવતી દીક્ષા લેવાની રજા આપે, સંસારમાં મારો જીવ મુંઝાય છે.” પણ માતાપિતાએ થાય છે, શી ઉતાવળ છે” કહીને વાત ટાળી.
સંસારીઓના સ્નેહ અનાદિકાળથી આવા જ રહ્યા છે. એવી યથાર્થ સમજ સાથે શ્રી ખીમરાજજી અધિક ચઢતા પરિણામે ધર્મની આરાધનામાં ઓતપ્રત થયા. તેમના જીવનમાં આ ધર્મ જાગૃતિ ખીલવવાને યશ, મરુધર કેસરી પૂ મુનિરાજ શ્રી જ્ઞાનસુંદરજી મહારાજ તથા પૂ. પં. શ્રી ભક્તિવિજયજી ગણિવર (સમીવાળા)ને ફાળે જાય છે. તેઓશ્રી, એ ઉપકારીઓને સદા યાદ કરતા.
યુવાન ખીમરાજ દુકાને જતા, બેસતા, વેપાર કરતા પણ મન વગર. તેમને ઉપાશ્રય ગમતે, સાધુભક્તિ ગમતી, સ્વાધ્યાય ગમત, એટલે સમય કાઢીને પણ ભાયખલાના ઉપાશ્રયે પહોંચી જતા. ત્યાં જઈને સાધુ મહાત્માઓની ભક્તિ કરતા,ને ઉપદેશ સાંભળતા સાંભળતા વૈરાગ્ય દઢ કરતા.
ચોમેર પથરાએલા સંસારના કીચડથી બચવા, તેમણે ઘર છોડી દીધું અને મુંબઈમાં જ ગુપ્તવાસ સ્વીકાર્યો. પણ મુંબઈમાં તેમનું મન ન કર્યું એટલે પંજાબની વાટ પકડી. પ્રતિકૂળતાઓને પ્રેમથી આવકારી, આત્માને ઉજળા કરવાની તેમની ભાવના દિનપ્રતિદિન વધવા માંડી, એટલે તેઓ પંજાબથી શ્રી સિદ્ધાચલ મહાતીર્થે ગયા. દાદાને ભાવથી ભેટયા, પેટ ભરીને ભક્તિ કરી, ખૂબ-ખૂબ ભાવના ભાવી.
તેમના પિતા અને ભાઈએ તેમની શોધમાં છે, પણ પત્તો નથી લાગતે. એવામાં ત્રણ વર્ષના ગાળા બાદ શ્રીહજારીગલના એક સંબંધીએ મુમુક્ષુ ખીમરાજજીને શદાની પૂજા કરતા જોયા. તેમણે આ સમાચાર મુંબઈ પહોંચાડયા. શી હજારીમલજી મુંબઈથી પાલી