________________
પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી ખાંતિવિજયજી મહારાજનું
સંક્ષિપ્ત જીવનચરિત્ર
શ્રી જિનભક્તિની સૌરભથી મહેંકતા અનેક ગામ–નગર રાજસ્થાનમાં છે. તેમાં ફાલનાથી શ્રીરાણકપુર તીર્થે જવાના માર્ગ પર આવેલા વાલી નામના ગામનો સમાવેશ થાય છે.
ધર્મશ્રદ્ધાળુ અનેક જૈનકુટુંબે આ વાલી ગામમાં રહે છે. ' આ જ ગામમાં શાયરીબાઈની રત્નકુખે, વિ. સં. ૧૯૫૮માં શ્રી ખીમરાજજીને જન્મ થયે. તેમના પિતાનું નામ શ્રી હજારી. મલજી અમીચંદજી, ગાત્ર હઠું કિયા રાઠોડ (લલુરીયા) વંશ.
શ્રી ખીમરાજજીને બીજા ત્રણ ભાઈ હતા શ્રી મૂલચંદજી, શ્રી ઉમેદમલજી અને શ્રી નવલમલજી.
આ ચારેયમાં શ્રી ખીમરાજજીનું વ્યક્તિત્વ નિરાળું હતું. ઓછું બેલવું, ગાંભીર્ય સાચવવું, માતાપિતાની સેવા કરવી, નિયમિત દહેરાસર જવું, એ તેમના સ્વભાવભૂત હતું.
પ્રાથમિક શિક્ષણ વાલીમાં લઈને તેઓ મુંબઈ ગયા, અને તેમના પિતાની પેઢીને વહીવટમાં જોડાયા.
અજબગજબની મુંબઇ નગરીની મોહિનીથી શ્રી ખીમરાજજી પર રહ્યા. પોતે દુકાને રહેતા ખરા, પણ દિલ તેમનું દેવાધિદેવની ભક્તિમાં રહેતું. દેવદર્શન, પૂજા, વ્યાખ્યાન-શ્રવણ પહેલાં, દુકાન પછી. સંસાર તેમને ગૂમડાંની જેમ પજવતો. સાચું સુખ ત્યાગમાં જણાતું, એટલે તેમને પણ ત્યાગમય સાધુજીવનની રઢ લાગી.