________________
વિચારવા લાગે, “હમણાં તેની બે આંખ માંગી લેવાથી કિઈ લાભ નથી, પણ જ્યારે તે રાજા થશે ત્યારે એ માંગી લઈશ અને કપટથી ઘેડા વગેરેથી શેભતા રાજ્યને પડાવી લઈશ.”
સાચે જ અનુભવીઓ કહી ગયા છે, દુર્જનને માટે ચઢાવવામાં આવે, તેને સત્કાર કરવામાં આવે તે તે સજજનને ત્રાસ જ આપે છે, દૂધથી કાગડાને નવડાવવામાં આવે તે શું કાગડે હંસ થાય ખરે? ઉચ્ચ કુળમાં જન્મ્યા હોય પણ જે દુર્જન છે, તે દુર્જન જ રહેવાને. તે ક્યારે પણ સજજન થઈ શક્તિ નથી. ચંદનમાંથી ઉત્પન્ન થયેલા અગ્નિ બધાને બાળે છે. દુર્જન માણસ બીજાનું રાઈ જેટલું છિદ્ર જોઈ શકે છે પણ પોતાનું મોટું છિદ્ર જોઈ શકતું નથી. ગધેડે ઘેડે થાય, કાગડો કેફિલ થાય.બગલે હંસ થાય તે જ દુર્જન સજજન થાય.
વિક્રમચરિત્ર આગળ વધતાં કેઈ નવીન ખાવાની વસ્તુ મળી આવે તે તે વસ્તુ પહેલે પિતાના મિત્રને આપતે અને પછી પોતે ખાતે. આ પ્રેમ રાખતે તે સુંદર નામના વનમાં કૌતુક નિહાળતે આગળ વધવા લાગે.
ચાલતાં ચાલતા તેઓ સરેવર આવતાં તેમાંથી પાણી પી એક ઝાડ નીચે બેઠા ને વાત કરવા લાગ્યા. વાત કરતા કરતા હસતાં હસતાં સેમદત્ત બે , “હે રાજકુમાર, તમે તે જુગાર રમતાં બંને આંખે હારી ગયા છે.”
વિક્રમચરિત્રે આ શબ્દો સાંભળતાં જ છરીથી બંને આંખો