________________
૨૪
જણાયાથી વિક્રમચરિત્ર તેને સાથે રાખી રાતે કાઈ ને કહ્યા સિવાય નગર બહાર નીકળ્યેા. રાત દિવસ ચાલતા ગામ, નદી, પત, વન વટાવતાં એક સરોવર પાસે પહોંચ્યા.
ચાકખા પાણીથી ભરેલા સરોવરને જોઇ સામદત્તે પાણી પીધુ' પછી વિક્રમચરિત્ર પોતાના મિત્રની સાથે તેના કિનારે એક ઝાડ નીચે બેઠા એટલે સોમદત્તે પૂછ્યું. “ તને તરસ નથી લાગી? પાણી પીવા જેવું છે. પી આવને ? ” સેમદત્તના શબ્દે વિક્રમચરિત્ર પાણી પીવા ગયા ત્યારે સેમદો કેટલાક કાંકરા ભેગા કર્યાં અને રાજકુમાર પાણી પી આવ્યો ત્યારે કહેવા લાગ્યા, “ આપણે અત્યારે જુગાર–બાજી રમીએ.” ત્યારે રાજકુમારે કહ્યું, “હું જુગાર રમતે નથી. જુગાર દુઃખનું મૂળ છે. પ્રીતિમાં કાંટા રૂપ છે. પહેલાનાં વખતમાં યુધિષ્ઠિર અને દુર્ગંધન જુગાર રમ્યા હતા અને તેથી વિરોધ થયા હતા.
''
દોસ્ત, જુગાર બધી આપત્તિઓનુ સ્થાન છે. દુધ્ધિએ જ જુગાર રમે છે. જુગાર રમવાથી કુળ કલંક્તિ થાય છે. રમવાની ઇચ્છા, જુગારની પ્રશંસા અધમ વ્યક્તિ જ કરે છે.
જુગાર
રાજા નળ જુગાર રમવાથી બધા જ ભાગોથી રહિત થયે હતા. રાજ છેાડી ચાલ્યા જવું પડયું હતુ. સ્ત્રીથી પણ વિસેગ થયા હતા, જુગાર રમવાથી પાંચ પાંડવાને વનવાસ વગેરેનાં દુઃખા ભાગવવા પડયાં હતાં. જુગાર, માંસ, મદિરા, વેશ્યા, શિકાર, ચારી કરવી અને પરસ્ત્રીંગમન આ સાત વ્યસને નકમાં લઈ જનાર છે. ”