________________
૨
જે
જે દુર્જન અને સજનના ગુણ અવગુણાને જાણે છે, દુઃખાને સહન કરે છે, તે જ પૃથ્વીનાં સુખાને ભોગવે છે. મનુષ્ય ઘરની બહાર ન નીકળતાં ઘરમાં જ બેસી રહે છે, તે કૂવામાંના દેડકા જેવા છે. ઘરમાં બેસી રહેનાર આળસુ હોવાને કારણે, વિદેશગમન ન કરવાના લીધે, કાગડા, કાયર અને મૃગની જેમ પેાતાના દેશમાં જ મરણ પામે છે. તેથી હું આજ રાતના કોઈને પણ કહ્યા સિવાય અહીંથી ચાલ્યે જઇશ. તમે અહીંયાં રહેજો ને મને યાદ કરજો.
ચદ્ર ઉપર છે, અને ફૂલ નીચે છે. છતાંય ખીલે છે, હજારો વર્ષ વીતી જાય છતાં ફૂલ અને ચંદ્ર એક બીજા પાસે આવી શકતાં નથી, તાય તેમના પ્રેમ અતૂટ જ રહે છે.
મિત્ર! સરાવરમાં કમળાના સમૂહ કયાં ? . દૂર આકાશમાં સૂર્ય કયાં કુમુદ્દોના સમૂહ કયાં ? અને આકાશમાં ચંદ્ર ક્યાં? છતાંય આ બધાની મિત્રતા અખંડ રહે છે. તેમ એક બીજાના સસમાં આવેલાંની મૈત્રીમાં દૂર રહેવા છતાંય ઉણપ આવતી નથી.”
વિક્રમચરિત્રના સ્નેહભર્યા શબ્દો સાંભળી સામદા કહેવા લાગ્યા, “ હું મિત્ર, તું આવી વાતા કેમ કરે છે? હું તારા વિચગે એક ક્ષણ પણ જીવી શકું તેમ નથી.” સામદાના આ શબ્દોમાં કેવળ સ્વાથ હતા, પરંતુ વિક્રમચરિત્ર તે તેને સાચા હૃદયથી ચાહતા હતા.
દુનિયામાં કપટીઓમાં ત્રણજાતની પ્રકૃતિ હેાય છે. તેમના