________________
૨૨૧ એક દિવસ વિક્રમાદિત્ય ભાવ અને દ્રવ્યથી જિનેશ્વરદેવની પૂજા કરીને આવી ભજન કરવા બેઠા, તેવામાં વિક્રમચરિત્ર બહારથી ત્યાં આવ્યું.
વિક્રમચરિત્રને જોઈ મહારાજા બેલ્યા, “આજ તું મારી સાથે જમવા બેસ.”
પિતાની ઈચ્છાને માન આપી વિક્રમચરિત્ર તેમની સાથે જમવા બેઠે. ભેજન કરતાં કરતાં મહારાજાએ આમતેમ વાત કરતાં કહ્યું, “બેટા! જ્યાં સુધી હું જીવતે બેઠે છું ત્યાં સુધી મારી આજ્ઞાથી ધર્મકાર્યમાં તથા શરીરની સુખાકારી માટે રોજ પાંચસો દિનાર તારી ઈચ્છા પ્રમાણે વાપર.”
બાપાજીને હું જે ખર્ચ કરું છું તે ઠીક લાગતું નથી.” વિક્રમચરિત્ર મહારાજાના વચને સાંભળી મનમાં વિચાર કરવા લાગે. “સેળ વર્ષને પુત્ર બાપની લમીને વાપરે તે તે પૂર્વ જન્મને તેને લેણદાર છે એમ મનાય છે. ઉત્તમ કેટીને મનુષ્ય પિતાના ગુણેથી પ્રસિધ્ધી મેળવે છે. મધ્યમ કેટીને મનુષ્ય પિતાના ગુણથી પ્રસિધ્ધી મેળવે છે. તથા મામાના લીધે પ્રસિદ્ધી મેળવે તે અધમ ગણાય અને અત્યંત અધમ કેટીને મનુષ્ય સસરાને ગુણથી પ્રસિધ્ધી મેળવે છે.” આમ વિચારતા વિક્રમચરિત્રને ખાવાનું ઝેર જેવું લાગ્યું. પણ તેણે જેમ તેમ કરી ખાઈ લીધું. પછી સેમદત્તને ત્યાં જઈ બધી વાત કહેતા કહ્યું, “દેત ! મારે વિચાર બહારગામ જઈ ભાગ્યને અજમાવવાનું છે. બેઠા બેઠા ખાવું તેના કરતાં પિતાના પરાક્રમથી લક્ષ્મી મેળવી જોગવવી તે ઉત્તમ છે.