________________
૨૦૩
વલ્લભીપુરથી એક ઉત્તમ-સુંદર કન્યાને લાવીને વિદ્યાપુરમાં મારા ખેતરમાં રાખીને હું ગામમાં જઈ પાછા આવ્યું. ત્યારે એ કન્યાને કઈ દેવ કે દાનવ ઉપાડી ગયે. મારી પહેલી સ્ત્રી પણ ગુસ્સે થઈ પિતાના બાપને ત્યાં જતી રહી, બંને સિઓના જવાથી હું ઘણે દુઃખી થઈ આ પર્વત પર પ્રાણત્યાગ કરવા આવ્યો છું. તમે મને અત્યારે મરવા દે. એટલી જ મારી ઇચ્છા છે.”
તે ઇચ્છા અસ્થાને છે, મૂર્ખ પણ સ્ત્રીને માટે જીવ આપતું નથી.” આનંદકુમારે કહ્યું, “સ્ત્રી એક નહિ તે બીજી પણ મળે, પરંતુ ગયેલે પ્રાણ ફરી ફરીને મળતું નથી. મનુષ્યને જન્મ દુર્લભ છે અને તેમાંય ઉત્તમ કુળમાં જન્મ થે મુશ્કેલ છે. સ્ત્રી પુરુષના હૃદયને વશ કરી તેને બધી રીતે તિરસ્કાર કરે છે. સમુદ્રને પાર પામી શકે પણ દુશ્ચરિત્ર સ્વભાવની સ્ત્રીને તે કઈ પાર પામી શકતું નથી. તેથી ભાઈ તારે તારા મનમાં જરાય શેક કરે નહિ. હું તને થોડા સમયમાં સારી સ્ત્રી સાથે પરણાવીશ.”
આનંદકુમારથી આશ્વાસન પામેલે સિંહ ત્યાં રહ્યો.
બીજે દિવસે વલ્લભીપુરના રાજા મહાબળને આત્મહત્યા કરવા તૈયાર થયેલે ઈસેવક તેમને આનંદકુમાર પાસે લાવ્યા.
આનંદકુમારે મહાબળને જોઈ પૂછ્યું, “તમે શા માટે આત્મહત્યા કરે છે ?”
મહાબળે પિતાની કન્યાના ગુમ થયાની બધી વાત કહી,