________________
૧૯૦
ઘેર જઈ સિંહ પિતાની સ્ત્રીને કહેવા લાગ્યું, “તે મારું કહેલું ફલાણું કામ મારા કહ્યા પ્રમાણે ન કર્યું, તેથી તે સારું કર્યું નથી. તે મારા ઘરને અત્યારે બરબાદ કરી નાખ્યું છે.” આમ બોલતે તે આગળ કહેવા લાગ્યા, “લગ્ન કરવા માટે એક અદ્ભુત અને સુંદર કન્યા લાવ્યો છું.”
સિંહે પોતાની સ્ત્રીને કરવાનું કહેતાં ઘરમાંથી તિરસ્કાર કરી કાઢી મૂકી. એટલે તે સ્ત્રી પિતાના બાપને ત્યાં ચાલી ગઈ
સ્ત્રીના ગયા પછી તેણે એક બ્રાહ્મણને બેલા, તેને લગ્ન માટે જેની સામગ્રી આપી પિતાની સાથે લઈ તે ખેતર તરફ પરણવા ચાલ્યું.
આ બાજુ રાજકુમારી શુભમતીએ પોતાના ધર્મનું અને શિયળનું રક્ષણ કરવા ઘોડા પર સવાર થઈ આગળ જવા માંડયું. જતાં જતાં તે વિચાર કરવા લાગી. “હું મારા બાપુને ત્યાં પાછી જઉં. તે મારે શું જવાબ આપો? દૈવાગે હું બે પતિઓને ગુમાવી બેઠી છું. હું ખરેખર મુશીબતમાં આવી પડી છું. હવે શું કરું !”
આ પ્રમાણે ચિંતા કરતી રાજકન્યા એક ઝાડ પાસે આવી. તેની નીચે બેઠી.
શુભમતી અત્યારે અશાંત થઈ ગઈ હોવાથી, ઝાડ નીચે બેઠી હોવા છતાં ચિંતાથી તેને ઊંઘ ન આવી.
તે ઝાડ ઉપર એક વૃદ્ધ ભાખંડ પક્ષી બેઠું હતું, તે