________________
૧૭૩
પછી ભટ્ટમાત્રને રાજા મળવા આવ્યા બંનેએ કુશળ વર્તમાન પૂછ્યા પછી રાજાએ હર્ષ પામી પૂછયું, “હે ભદ્રુમાત્ર ! કહે તે ખરા, રાજકુમાર કે છે?”
રાજાના પૂછવાથી ભક્માત્ર રાજા મહાબળને રાજકુમારને પરિચય આપતા કહેવા લાગે.” તે મહારાજા વિક્રમાદિત્યને સુપુત્ર છે. અને તે શાલિવાહન રાજાની પુત્રી સુકમલાથી જન્મેલ છે. તેના રૂપે કામદેવનાં રૂપને જિત્યું છે. તેમનાં ચરિત્રનું વર્ણન કેઈ કરી શકે તેમ નથી. એ રાજકુમારને તમારા ભટ્ટ-બ્રાહ્મણે જેએલ છે. તેને બેલાવી, તમે પૂછી શકે છે.”
રાજા મહાબળે તે બ્રાહ્મણને બેલા ને રાજકુમાર વિષે પૂછ્યું.
રાજકુમારના રૂપનું વર્ણન કઈ જ કરી શકે તેમ નથી ” બ્રાહ્મણે કહ્યું, “વરની પસંદગી માટે શાસ્ત્રમાં જે જે ગુણો હોવા જોઈએ કહ્યું છે, તે બધા જ ગુણે રાજકુમારમાં છે. કુલ, શીલ, સહાયક વિદ્યા, ધર્મ, શરીર ને અવસ્થા આ સાત ગુણ વરમાં જોવા જોઈએ, આ બધું જોયા છતાં કાંઈ બને તે તે માટે કન્યાનું નશીબ. મૂર્ખ, દરિદ્ર, સદાય પરદેશ રહેનાર, મેક્ષાભિલાષી, અને કન્યા કરતાં ઉમરમાં ત્રણ ગણે મોટો હોય તેને કન્યા આપવી જોઈએ નહિ.”
આ વાત થઈ રહ્યા પછી ભટ્ટમાત્રે રાજાને કહ્યું, “મારે એ રાજકુમારી જેવી છે.”
“ચાલે મહેલે અને કુંવરીને જુઓ.” રાજાએ કહ્યું,