________________
૧૯૧
શકીએ તેમ નથી.” જવાબ મળે, “રાજકુમારના રૂપ આગળ કામદેવ હારી ગયા છે, તે ઘણે પરાક્રમવાળે છે, અને તેનું નામ વિક્રમચરિત્ર છે, પહેલાં તેને રાજા, કેટવાળ, ભક્માત્ર, વેશ્યા, જુગારી કૌષ્ટિક અને અગ્નિવૈતાલને બળથી અને ચાલાકીથી જિત્યા હતા. વિક્રમાદિત્યના પુત્રશ્રી વિક્રમચરિત્રનું રૂપ અને પરાક્રમ સંસારમાં સહુથી અધિક છે. વધારે શું કહેવું?”
આ સાંભળી તે ભટ્ટ-બ્રાહ્મણ મંત્રી ભટ્ટમાત્ર પાસે આવ્યો, અને બોલ્ય.તમે શા માટે આટલું બધું સૈન્ય લઈ નીકળ્યા છો? કયાં જાવ છો?”
જવાબમાં ભટ્ટમાત્રે બહાર નીકળવાનું કારણ બતાવ્યું, તે સાંભળી પેલા બ્રાહ્મણે કહ્યું, “રાજકુમારના લાયક એક સૌંદર્ય સંપન્ન કન્યા મારી ધ્યાનમાં છે.”
તે કન્યા કેની છે?” ભઠ્ઠમત્રે પૂછયું.
મંત્રીજી ! સૌરાષ્ટ્ર દેશમાં વલભીપુર નામનું એક સુંદર શહેર છે. ત્યાં મહા બળ નામને પરાક્રમી રાજા છે. તેની સ્ત્રીનું નામ વીરમતી છે. તેને દિવ્ય રૂપવાળી તથા શોભા દેનાર શુભમતી નામની કન્યા છે. તે બધી વિદ્યાઓમાં પારંગત થયેલી છે. અને અત્યારે તે યુવાવસ્થામાં પગલાં પાડી રહી છે, તેને જોતાં જ યુવાને આકર્ષાય છે. એ બધી કળાઓમાં કુશળ, ધર્મમાં વૃત્તિવાળી છે, શુભમતીમાં ધર્મ અને વિદ્યા બંને એક સરખાં છે, તે કન્યા માટે ચેતરફ તપાસ કરવા છતાં, તેને યેગ્ય સુંદર વર મળે નથી.”