________________
અનેક પ્રકારનાં દુઃખ આપનારા હું જે વાક્ય બોલે છું, એ પાપના કારણે મારે નર્કમાં જવું પડશે, તે આપ મને આ પાપનું ગ્ય પ્રાયશ્ચિત બતાવે અને મારે ઉધ્ધાર કરે.”
“બાળક, સ્ત્રી, મુખ એ બધા પર ઉપકાર કરવા જ શ્રી ગૌતમાદિ ગણધર ભગવંતે આગમ વિગેરેની પ્રાકૃતમાં રચના કરી છે. પૂજ્ય ગુરુદેવે કહ્યું, “તેથી તમારા જેવી વ્યક્તિએ ઘણું મોટું પ્રાયશ્ચિત્ત કરવું પડશે. બાર વર્ષ અવધૂતને વેશ ધારણ કરી, ગુપ્ત રહી, ઘણું તપ કરે, પછી કઈ રાજાને જૈન ધર્મને ઉપદેશ કરે, તે જ તમારો પાપથી છૂટકારો થશે.”
શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીએ ગુરુએ બતાવેલું પ્રાયશ્ચિત્ત હૃદયથી ગ્રહણ કરી ત્યાંથી દૂર જઈને અવધૂત વેશ ધારણ કરી ગુપ્ત રીતે પૃથ્વી પર ભ્રમણ કરવા લાગ્યા.