________________
પૂર્વક સૂરીશ્વરજીને પ્રણામ કરતા બોલ્યા, “હાથી, ઘેડા, રત્નાદિથી ભરપૂર આ સમૃધ્ધિવાન રાજ્યને મારા પર કૃપા કરી સ્વીકાર કરે.”
મેં મારા માતાપિતાના ધનને ત્યાગ કર્યો છે.” સૂરીશ્વરજીએ કહ્યું, “તેથી મારું મન ધૂળ અને સેનાને એક સરખું માને છે. અમારા જેવા સાધુઓના મનથી શત્રુ મિત્ર, ઘાસ, સ્ત્રીઓને સમૂહ, સુવર્ણ, મણિ, પથ્થર, માટી, મેક્ષ અને સંસારમાં એક સરખાં છે. હું હંમેશા ભિક્ષાથી મળતા આહાર ઉપર જીવન નિર્વાહ કરનાર છું સાદાં વસ્ત્રો પહેરું છું પૃથ્વી પર સૂઈ જાઉં છું. આ સ્થિતિમાં હું રાજને લઈ શું કરવાનું હતું ?”
રાજાએ શ્રી સિધ્ધસેન દિવાકરસૂરીશ્વરજીને નિર્લોભી અને સર્વજ્ઞ જાણી તેમની પ્રશંસા કરી. તે પછી સૂરીશ્વરજીએ
કારપુરના શ્રાવકેની ઈચ્છા પ્રમાણે વિક્રમાદિત્ય દ્વારા મેટું ભવ્ય જૈનમંદિર બનાવડાવ્યું.
એક વખતે તે જૈન મંદિરમાં શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી પ્રસન્ન હૃદયથી પિતાના ઈષ્ટદેવને વંદન કરવા ગયા, તે દિવસે સૂરીશ્વરજીને વંદન કરવા અનેક સંસારીઓને આવ્યા હતા.
મંદિરમાં સુરીશ્વરજીએ હર્ષપૂર્વક જુદી જુદી જાતની શ્રી ઋષભદેવ ભગવાનની સ્તુતિ દ્વારા ગુણગાન ગાયા. ચૈત્યવંદન કર્યું અને “નમુત્થણું” આદિ સ્તંત્ર વડે શ્રી વર્ધમાન