________________
૧૫૮
આ પ્રશ્નોના જવાબમાં રાજાએ બધી વાત કહીને કુંડમાંથી સુવર્ણ પુરુષને લઈ ધામધૂમથી નગરમાં આવ્યા.
જે કઈ બીજાનું અશુભ ચિંતવે છે, તેનું જ અશુભ થાય છે. માટે કોઈએ પારકાનું અશુભ ચિંતવવું નહિ. એક વૃદ્ધ સાસુનું અહિત વિચારનાર વહુને જ સહન કરવું પડ્યું.
ચંદનપુર નામનું એક નગર હતું. તે નગરમાં વીર નામને એક શેઠ રહેતું હતું. તેની સ્ત્રીનું નામ વીરમતી હતું. ને તેની વિધવા માતાનું નામ જ્યા હતું.
એ યાની સેવા પુત્ર કે વહુ કરતાં ન હતાં. તેથી તે વૃધ્ધા મનમાં દુઃખી થતી હતી.
વીરમતીને તે સાસુના દુઃખની પરવા ન હતી. તે તે તેને મારવા વિચારતી હતી.
એક તહેવારને દિવસે સાસુએ વહુને કહ્યું, “આજ તહેવાર છે, તેથી પકવાન કરીશું, માટે બજારથી જોઈતી સામગ્રી લઈ આવે.”
વીરમતી ઘેરથી નીકળી પિતાને પતિ હતો ત્યાં આવી ગદ્ગદ્ અવાજે બોલી, “તમારી બા વૃદ્ધાવસ્થા અને રેગથી ત્રાસ પામી આત્મહત્યા કરવા વિચારે છે.”
પત્નીના શબ્દો સાંભળી પતિ તરત જ ઘેર આવ્યા. ને માતાને કહેવા લાગ્યા, “હે બા ! શું કરવા તારે આત્મહત્યા કરવી પડે છે? તારા વગર હું શી રીતે રહીશ?”
પુત્રના શબ્દો સાંભળી વૃધ્ધા મનમાં વિચારવા લાગી,