________________
પંન્યાસપદ પ્રદાન કરવા અંગેનું મહત્સવ અને શાસન પ્રભાવના શ્રી જૈન તત્વ વિવેચક સભા તરફથી સારી રીતે કરવામાં આવેલ. મારા વષતપનાં પારણાં માટે મુંબઈથી બાલી નિવાસી શાહ મૂળચંદજી હજારીમલજી આવ્યા હતા. તેથી અમદાવાદમાં ઘણું ઉત્સાહ પૂર્વક વર્ષીતપનાં પારણાં કરવામાં આવ્યાં.
આ પુસ્તકને છપાવવાનો વિચાર ચાલી રહ્યો હતો. તે કાર્ય કરવા પ્રેસ અંગેનું કાર્ય સંભાળવાનું પંડિંત અમૃતલાલજીએ સ્વીકાર્યું. એટલે શ્રાવણ માસમાં પુસ્તકનું મુદ્રણ શરૂ થયું. પાંચ માસ જેટલા સમયમાં છપાઈ ચૂક. ઉતાવળ થયેલી હોવાથી કયાંક કયાંક દૃષ્ટિદષથી અને યંગ–પ્રેદેષથી ક્ષતિઓ રહી ગઈ હોય તે સુધારી વાંચવું. કેમકે સજજન હંમેશા હંસની જેમ સારગ્રાહી હોય છે. કોઈ વિશિષ્ટ ક્ષતિ જણાય તે અમને જણાવવામાં આવશે તો પુનર્મુદ્રણ વખતે સુધારી શકાય.
આ પુસ્તકનું સંજન કરવામાં અનેક હાથ મારા સહાયક થયા છે. વળી જે જે મહાનુભાવોએ અમને અલ્પ અથવા વધુ કોઈ પણ પ્રકારની મદદ-સહાય આપી છે તેમના અમે ઋણી છીએ.
આ પુસ્તકની પ્રેસકેપીને સર્ગ ૧ થી ૬ને શિરેહી નિવાસી અમૃતલાલ મોદી ભાષાદષ્ટિએ જોઈ ગયા છે. તેમજ મુદ્રણ કાર્યમાં, મુફ રીડિગના કાર્યમાં વ્યાકરણતીર્થ-વૈયાકરણભૂષણ પંડિત અમૃતલાલ મોહનલાલ સંઘવીએ પૂર્ણ સહકાર આપ્યો છે તે સદાય યાદ રહેશે.
આગ્રંથની હિંદી ભાષામાં અનુવાદ કરવાની આવશ્યકતા
હિંદી ભાષા હિન્દુસ્તાનના બધા જ પ્રાન્ત જેવા કે મારવાડ, મેવાડ, માળવા, પંજાબ, બંગાલ, કચ્છ, ગુજરાત, બિહાર, મધ્યપ્રાંત સંયુક્ત પ્રાંતમાં પ્રચલિત છે. ત્યાંની જનતા હિંદી ભાષાને બેલી અથવા