________________
૧૩૭
રાજા કૂવામાં પડયા એટલે ચોર ઉતાવળે રાજાના વસ્ત્ર, તલવાર વગેરે લઇ ઘેાડા પર બેસી નગરના દ્વાર પાસે આવ્યા ને દ્વારપાળને કહ્યું, “ દ્વારપાળ ! હું વિક્રમાદિત્ય આવ્યો છું દ્વાર ખોલે.”
66
દ્વારપાળે ઘેાડાને હજુહુણાટ સાંભળી ‘મહારાજા વિક્રમાદ્વિત્ય આવ્યા છે.' એવુ સમજી ઉતાવળે દ્વાર ખોલ્યાં ત્યારે રાજાના વેશ ધારણ કરેલા ચોરે દ્વારપાળને કહ્યું, ઘણી શોધ કરવા છતાં ચોર હાથમાં આવ્યા નહિં, તેથી હું પાછો આવ્યો, હું હવે મહેલે જાઉં છુ. તમે સાવધાનીથી રહેજો. કદાચ એ ચોર અહીં આવે અને બનાવટ કરતા કહેશે, ‘દ્વારપાળ ! હું વિમાદિત્ય છુ. દ્વાર ઉઘાડો. પણ તમારે દ્વાર ખોલવાં જ નહિ. એ ચોર રોજ રાત્રે નગરમાં ચોરી કરે છે અને સવાર થતાં એકાંતમાં ગુપ્ત રીતે સ'તાઈ ય છે, તેથી તમે સાવધ રહેજો. દ્વાર ઉઘાડશે જ નહિ.” કહી ચાર જારમાં ાન પૂર્વક આવ્યા અને ઘેાડાને છેાડી કચે. ને પોતે કાલી વેશ્યાને ત્યાં જઈ કહ્યું, “રાજા વિક્રમાદ્વિત્યના વસ્ત્રાભૂષણ ઊઠાવી લાગ્યે છુ.”
કેવી રીતે? ” વેશ્યાએ પૂછ્યું ત્યારે દેવકુમારે બધી બનેલી વાત *હી. આ સાંભળી વેશ્યા ખેલી. “ તમે ચારાના સરદાર છે. તમે રાજાનાં વસ્ત્રાભૂષણ લઇ આવ્યા છે, પણ તમે મારે ત્યાં રહે છે તે રાજાજી જાણે તે મને ઘાણીમાં ઘાલે, ગુસ્સે થયેલા રાજાને કાણુ શાંત કરી શકે? ક્રોધે થયેલા રાજા મર્યાદા મૂકેલા સાગર જેવા હોય છે.”