________________
મોતીઓનું ઓપરેશન કરાવ્યું. કાંઈક શક્તિ આવ્યા પછી પૂજ્ય આચાર્ય શ્રી વિજયામૃતસરીશ્વરજી મ. સા. બોટાદના ગામ બહાર પાનાં મંદિરની પ્રતિષ્ઠાના પ્રસંગ પર પધારવાના હતા. ત્યારે મેં પણ બોટાદ તરફ વિહાર કરવા તૈયારી કરી. પણ એકાએક મારુ શરીર રોગગ્રસ્ત થયું તેથી મારે અમદાવાદ રેકાઈ જવું. પડયું: વિહાર બંધ રહ્યો.
શરીર સારું થતાં વિક્રમ ચરિત્રને હિંદીમાં અનુવાદ કરવાનું કાર્ય શરૂ કર્યું. અનુવાદનું કાર્ય આગળ વધવા લાગ્યું. ગ્રંથમાળાએ ચિત્ર, બ્લેક વગેરે કરાવવા માંડયા. છપાવવાનો વિચાર ચાલી રહ્યો હતો. પરંતુ જોઈતી અનુકૂળતા ન હોવાને કારણે મુદ્રણ કાર્ય ન થઈ શક્યું. ને સમય આગળ વધવા લાગ્યો. સંવત ૨૦૦૫ને ચાતુ. ર્માસ મુનિવર્યશ્રી રામવિજ્યજી મ. સા ની નિશ્રામાં અમદાવાદમાં થયે.
સંવત ૨૦૦૫ના આસો માસની અમાવસ્યાને દિવસે મહુવામાં શાસનસમ્રાટ, પરોપકારી. પૂજ્યપાદ ગુરુદેવનું સ્વર્ગગમન થવાથી બધે આખાય જૈન સમાજમાં શોકનું વાદળ પ્રસરી ગયું. પ્રભાવશાળી મહાપુરુષના સ્વર્ગવાસથી આખાય જન સમાજમાં ન પૂરાય તેવી ખોટ પડી. પણ થાય શું ? “તૂટી તેની બુટ્ટી નથી.” એ લેકેતિ અનુભવસિદ્ધ છે.
મહુવામાં શાસનસમ્રાટના જન્મસ્થાનમાં જ ચાર માળનું ઊંચું આકાશ સાથે વાત કરતું શ્રીનેમિવિહાર દેવગુરુ મંદિર
જે લગભગ ૨૦ વર્ષથી બંધાઈ રહ્યું હતું તેની પ્રતિષ્ઠા સંવત ૨૦૦૬ના ફાગણ મહિનામાં કરવાનો નિર્ણય થશે. આ ઉત્સવમાં જવા માટે મેં વિહારની તૈયારી કરવા માંડી. પરંતુ એકાએક મારા વિદ્યાગુરુ પૂ, મુનિવર્યશ્રી રામવિજયજી મ. સા. ની બીજી આંખના