________________
૧૨૪
અહીં એક શ્રીમંત શેઠ આવ્યા છે, તે ઘણું દાન આપે છે. જો તમે તેની પાસે જઈ નૃત્ય કરશે, ગાશે તે શેઠ તમને સારા સારા વસ્ત્રો ને દ્રવ્ય વગેરે આપશે”
માણસના શબ્દો સાંભળી વેશ્યાએ બીજી વેશ્યાઓને બેલાવી, એકાંતમાં બેસીને વિચાર કરવા લાગી. “અત્યારે આપણે ત્યાં જઈએ, પહેલાં તેની પાસેથી ધન લઈશું પછી તમે ચેર છે.” એમ કહી તેનાં ધન સાથે રાજા પાસે લઈ જઈશું, એટલે રાજા આપણને આઠ લાખ દ્રવ્ય ઉત્પન્ન થતું ગામ ઇનામમાં આપશે.” આમ વિચારી તે વેશ્યાઓએ પિલા માણસને કહ્યું, “અમે તૈયાર થઈ હમણાં જ નૃત્ય માટે આવીએ છીએ, તમે જાવ.”
પેલા માણસે વેચાના શબ્દો ચોરને કહ્યા, એટલે ચોરે તે માણસને દ્રવ્ય આપ્યું અને બીજા ને વેગળા કરી પોતે ગુણ પર બેઠે.
વેશ્યાએ દીવો વગેરે સાહિત્ય સાથે જ્યાં ચોર શેઠ થઈ બેઠો હતો ત્યાં પહોંચી ને પૂછવા લાગી, “શેડ ક્યાં છે? તેમના માણસે ક્યાં છે?”
માણસે કામ માટે નગરમાં ગયા છે, હું પિતે જ શેઠ છું, તમે મારી આગળ સુંદર નૃત્ય કરે, તમને ઈનામમાં પુષ્કળ ધન આપીશ.”
વેશ્યાઓએ શેઠના કહેવા પ્રમાણે સુંદર નૃત્ય કર્યું. એટલે ચારે વેશ્યાઓને સારાં સારાં વસ્ત્રો ઈનામમાં આપ્યાં,