________________
૧૨૩
“તમારે ડરવાનું કેઈ જ કારણ નથી. આપણે સુખી થઈએ તેવી યુક્તિ હું કરીશ.” દેવકુમારે કહ્યું, એટલે વેશ્યાએ કહ્યું, “કાલે આઠ દિવસ થશે ?”
આ સાંભળી દેવકુમાર ત્યાંથી નીકળે અને શેઠનું રૂપ ધારણ કરી નગરમાં ગયો.
નગરથી દૂર જઈ કઈ એક જગાએથી દેવકુમારે વિસ ગુણે ખરીદી. તેમાં ગુપ્ત રીતે છાણ, રાખ, ધૂળ વગેરે ભરી ગાડાવાળા પાસે ગાડું ભાડે માગ્યું.
“ તમે કેટલું ભાડું આપશે?” ગાડાવાળાએ પૂછ્યું. “હું અવતી પહોંચી ગુણ દીઠ દસદસ રૂપિયા આપીશ.”
ગાડાવાળાએ એ કબૂલ કર્યું ને ગુણોને ગાડામાં નાખી તેને તે માલિક થઈ રાતના અવંતીના રાજમાર્ગ પર પહોંચે. ગાડાના ચાલવાથી, બળદોના ગળામાં બાંધેલા ઘુઘરાને અવાજ સાંભળી લેકે કહેવા લાગ્યા, “નગરમાં કઈ ધનવાન શેઠ આ લાગે છે.”
વેપારી રૂપી ચેરે ગામ બહાર વેશ્યાઓમાં અગ્રણી વેશ્યાના ઘરથી થોડે દૂર ગાડામાંથી ગુણ ઊતારી, મદ્ય ખરીદી વૈદને ત્યાં જઈ બેશુધ્ધ કરનાર તથા મધુર અવાજ કરનાર ચૂર્ણની બે પડીકીઓ ખરીદી, પછી સુંદર વસ્ત્રો ખરીદી માળીને ત્યાં જઈ સુગંધવાળાં ઘણાં ફૂલે ખરીદ્યાં ને જ્યાં ગુણે રાખી હતી ત્યાં આવી એક માણસને મુખ્ય સ્થાને ત્યાં કર્યો. તે માણસ વેશ્યાને ત્યાં જઈ કહેવા લાગે,