________________
૧૧૦
ઘણા દિવસે શ્યામલ ઘેર આવ્યા તેથી બધા ખુશ થયા, કપટી શ્યામલે બધાને ગંગાજળ વગેરે આપ્યું પછી કેટવાળની સ્ત્રીને સેવકે કહ્યું, “કેટવાળે ધન બધું સંતાડવા કહ્યું છે તેથી ગુપ્ત સ્થાનમાં જલદીથી સંતાડવું કારણ કે તપાસ કરતાં ચોર હજી પકડાયેલ નથી તેથી રાજા ગુસ્સે થઈ શુંનું શું કરશે.” કહી સેવક ચાલ્યા ગયે.
સેવકના ગયા પછી કપટી શ્યામલને બેલાવી ભયથી ધ્રુજતી કોટવાળની સ્ત્રી કહેવા લાગી. “તમે બધી સંપત્તિ ક્યાંક ઉતાવળે સંતાડી દે. જેથી તે ક્યાં છે તે જાણી ન જાય.” કહેતી કેટવાળની સ્ત્રીએ કપટી શ્યામલને બધી સંપત્તિ બતાવી એટલે યામલે કહ્યું, “મામી ! તમે આ કેઠીમાં સંતાઈ જાવ. તમારી પહેરેલી સાડી કીમતી હોઈ તે મને આપી દે, જેથી રાજા લઈ ન લે.”
બરાબર.” કહી કેટવાળની સ્ત્રી કેઠીમાં પેઠી અને પહેરેલી સાડી શ્યામલને આપી. પછી શ્યામલે કેટવાળની બહેનને અનાજ ભરવાના કોથળામાં પેસાડી તેને એક ખૂણામાં રાખી કહ્યું, “ઘરમાં આવી કે તમને બોલાવે તે પણ તમે બેલશે નહિકહી જમીનમાં દાટેલું, પેટીમાં રાખેલું જેટલું ધન હતું તે લઈ કાવડમાં ભરી ચૂપચાપ ચાલતે થયે. ને વેશ્યાને ત્યાં પહોંચ્યા. બારણું ખખડાવ્યું. વેશ્યાએ ઊતાવળે આવી બારણું ખોલ્યું, એટલે ઘરમાં જઈ વેશ્યાને બધું બતાવવા લાગ્યા. વેશ્યાએ બધું જોઈ પૂછયું.
આ કયાંથી લાવ્યા ?”