________________
૮૬
બાળકો તેમનું માને ત્યાં સુધી પ્રેમ કરે છે. જો માબાપની ઇચ્છા સતાન પૂરી ના કરે તે તેમને ત્રાસ આપે છે અને દરેકને પેાતાના ભાગ્ય પ્રમાણે ફળ મળે છે. માટે તુ જરાય ચિંતા ના કરીશ.”
“ઠીક.” કહી રાજા વિચારવા લાગ્યા, “ જ્યાં સુધી તેને માટે પ્રતિકૂળ સમય ન આવે ત્યાં સુધી તેનું અહિત શાય તેમ નથી.” આમ વિચારતા રાજા ચાર સાથે ચાલવા લાગ્યા. રસ્તે જતાં ચારે પેલા સાધુને જોયા એટલે ચારે પૂછ્યું, “ મહાત્માજી ! તમે વિક્રમ મળશે તેમ કહ્યું હતું, પણ તે ન મળ્યા.”
સાધુએ ચાર અને વિક્રમ સામે જોઇ વિચાર કર્યા. - જો સાચું કહીશ તા ઘણું અનિષ્ટ થશે. તેથી સ્પષ્ટ કહેવુ નહિં.” વિચારી કહ્યું, “ મે' વિક્રમ મળશે તેમ કહ્યું હતું, તેથી તે નામની વ્યક્તિ તમને મળી ગઈ.” સાંભળી ચાર પેાતાની ગુફા તરફ ચાલ્યા; ગુફામાં જતાં વિક્રમને ચાર કહ્યું, “ ભેાજન તૈયાર થઇ રહ્યું છે, ત્યાં સુધી તું આ મંડપમાં એસ.” કહી તે અંદર ગયા ને કન્યાઓને કહ્યું, “હું વિક્રમને મારા ભાણેજની સહાયથી મારી તમને પણીશ, મારી પાસે સવા લાખ રૂપિયાનાં રત્ન છે. લાખ્ખા રૂપિયાનાં રેશમી વસ્ત્રો છે. મુક્તાથી ભરેલા બે પટારા છે અને ચૌદ કરોડ નગદ દ્રવ્ય છે. આ સાથે રાજલક્ષ્મી મળવાથી આનંદના પાર રહેશે નહિ.”
66
ચારના શબ્દો સાંભળી ગુફામાં છુપાયેલા વિક્રમે ખુલ્લી