________________
પ્રકરણ પંદરમું ... ... વિક્રમનું નગરમાં ભ્રમણ
અને ખપરની મુલાકાત
રાજા વિકમ રેજ તલવાર સાથે અવનવાં રૂપ લઈ નગરમાં ભ્રમણ કરતા, એક દિવસ જૂનાં-પુરાણ કપડાં પહેરી નિર્ભયતાથી દેવીના મંદિરે ગયા. ત્યાં ચકેશ્વરી દેવીને પ્રણામ કરી સ્તુતિ કરી. પંચ નમસ્કારને જપ કરતા બેઠા, ત્યારે ખપ્પર ચેર જે કન્યાઓને ઊઠાવી લાવ્યું હતું તેમને તે કહી રહ્યો હતે, “પ્રપંચથી અવંતીના રાજા વિક્રમાદિત્યને નાશ કરી રાજ્ય મેળવીશ, પછી હું ધામધૂમથી તમારી સાથે લગ્ન કરીશ, આ મારી પ્રતિજ્ઞા છે.” કહી ખપ્પર નગરમાં ચેરી કરવા નીકળ્યા. રસ્તામાં તેને એક સાધુ મળે. એટલે તેને પ્રણામ કરી પૂછ્યું, “હે સાધુ! આજ મને વિક્રમ રાજા મળશે કે નહિ?”
“આજ તમને વિક્રમ જરૂર મળશે.” અપૂરના પૂછવાથી સાધુએ કહ્યું, તે સાંભળી ખપ પર આગળ વધે. મંદિરે આવે ત્યાં ફાટેલાં કપડાં પહેરેલા માણસને જોઈ પૂછવા લાગે, “તું કેણ છે? તારું શું નામ છે? અને શા કારણે અહીં આવ્યા છે? એ બધું મને કહે.”