________________
“બાપુ” શબ્દ સાંભળી ધનેશ્વર વિચારમાં પડી ગયે. “પહેલાં આવે તે મારે પુત્ર કે આ આ તે મારે પુત્ર?” આમ વિચાર કરતાં તેણે ગુણસારને પૂછયું, “તમે કેના મહેમાન છે?”
મહેમાન નથી. હું વિદેશમાં ધન કમાવા ગયેલે તમારે પુત્ર ગુણસાર છું.”
બાપ દીકરે આમ વાત કરે છે ત્યાં તો કપટી ગુણસાર આવી બેભે, “રે પાપિષ્ટ ધૂર્ત ! તું કપટી છે. મારી સાથે કપટ કરી મારું સર્વસ્વ લુંટવા અહીં આવ્યું છે. હવે તું આવું બેલીશ તે યાદ રાખજે, પરિણામ ભયંકર આવશે. તને શું મારી શક્તિની ખબર નથી?”
ગુણસારને કપટી ગુણસાર દબડાવવા લાગે તે વખતે લેકે ત્યાં ભેગા થઈ ગયા. બંનેને એક સરખો જોઈ વિચારમાં પડી ગયા ત્યારે ધનેશ્વરે કહ્યું, “તમારા બેમાં કેણ સાચે ગુણસાર છે તે ઓળખાતું નથી, તે તમે બન્ને રાજદરબારમાં જાવ એટલે નિર્ણય થશે.”
ધનેશ્વરના શબ્દ સાંભળી બંને જણ “ધનેશ્વર મારા બાપ છે, આ ઘર મારું છે. સર્વગુણસંપન્ન રૂપવતી મારી સ્ત્રી છે, તેનું, ચાંદી, વસ્ત્રો, વૈભવ મારાં છે. તું કપટ કરી તે લઈ લેવા માગે છે. આમ બેલતા તેઓ બંને રાજા પાસે આવ્યા ને વાત કહી.
એ બંનેની વાત સાંભળી રાજા વિચારમાં પડી ગયા.