________________
રાજન !” વિકમ બેલ્યા, “સ્ત્રીએ પુરુષના પવિત્ર હૃદયમાં પ્રવેશ કરી તેનામાં રહેલા મદ, અહંકાર તેમજ કટુ વચનથી પુરુષને ઘાયલ કરે છે. ક્યારેક કયારેક તે મધુર વચનથી આનંદ પણ આપે છે. અર્થાત્ સ્ત્રી જાત પ્રપંચી હોય છે.”
“આ તમે કઈ રીતે કહી શકો છો?” રાજાએ પૂછયું. જવાબમાં વિકેમે સુકમલાએ પુરુષ જાતિમાં જે દેશે કહ્યા હતા, તે દે નારી જાતિમાં રહેલા છે તે કહ્યું, અને સુકમલાએ પિતાના સાત ભવ કહ્યા હતા તેનાથી ઉલટાવિરુદ્ધ પિતાના સાત ભવ કહ્યા, “આ ભવથી સાતમા ભાવમાં હું લક્ષ્મીપુરમાં ધન નામને શ્રેષ્ઠી હતું, ત્યારે શ્રીમતી નામની પત્ની અને કર્મણ નામને પુત્ર હતું, તે ભવમાં ઘણું ધન કમાયે હતું, તે ધન હું દુઃખીઓને સુખી કરવા અને ધર્મકાર્યોમાં વાપરતે હતે. ધર્મષી મારી પત્ની શ્રીમતી મારા ધર્મકાર્યમાં અડચણ કરતી હતી, તે મારા કહ્યા પ્રમાણે પણ ચાલતી ન હતી, તે જ્યારે પણ પુણ્ય કાર્યમાં ધન અને વસ્ત્રને સદુપયોગ કરતી ન હતી.
બીજા ભવમાં હું જિતશત્રુ નામને રાજા થયે. ત્યાં મને મારા આચાર-વિચારથી વિરુદ્ધ ચાલનારી પદ્મા નામની સ્ત્રી મળી, ત્રીજા ભવમાં હું મલયાચલ વનમાં મૃગ થયે ત્યાં પણ મને દુઃખ દેનારી મૃગલી મળી, ચોથા ભાવમાં હું દેવકમાં ઉત્પન્ન થયે, ત્યાં પણ મને જે દેવાંગના મળી તે મને દુઃખ દેનારી મળી, પાંચમા ભાવમાં હું પદ્મપુરમાં