________________
પર
સંસારમાં પ્રાણી માત્રને પિતાના ભાગ્યાનુસાર સુખદુઃખ મળે છે. તેમ વિચારી દિવસે વીતાવતી.
એક દિવસ મેં જંગલમાં વિચરતા મહા તપસ્વી મુનિને જોયા. ત્યારે વિચાર કરતાં કરતાં મને પૂર્વભવ યાદ આવ્યું, તેથી હું હંમેશાં તે તપસ્વીનાં દર્શન અને વંદન કરવા જવા લાગી. એક દિવસ મેં મારા પતિને કહ્યું, “આ ઉદ્યાનમાં એક શાંત મુનિ મહાત્મા રહે છે, તેમનાં દર્શન કરવાથી પરભવનાં પાપ નાશ પામે છે, કહેવાય છે, સાધુઓનાં દર્શન ઘણા પુણ્યકારક છે. સાધુ તીર્થ સમાન છે, કેમકે તીર્થયાત્રાનું ફળ વિલંબથી મળે છે. પણ સાધુ મહાત્માનાં દર્શન-સમાગમથી તાત્કાલિક ફળ મળે છે, મારા શબ્દો સાંભળી મારા પતિ બેલ્યા, “હે દુષ્ટા ! તું તારી જાતને હેશિયાર સમજે છે અને મને ઉપદેશ આપે છે. તને શરમ પણ આવતી નથી.” આમ કહી મને બાણ જેવા તીણ શિંગડાથી વીધી નાંખી.
હું તે મુનિરાજનું ધ્યાન ધરતી, શુભ ભાવથી મરણ પામી. ચેથા ભવમાં હું દેવી થઈ. તે ભાવમાં પણ મારા મનને અનુકૂળ પતિ ન મળે.
મને જે પતિ મળ્યું હતું, તે તેની પહેલાંની પત્નીને ચાહતે હતું, તેથી તે ક્યારે પણ મારું કહેવું સાંભળતા નહિ, તેનામાં ઈર્ષા, દ્વેષ, વિવાદ, અભિમાન, ક્રોધ, લેભ . અને મમત્વ પણ હતું.
આ બધું હોય ત્યાં સાચું સુખ કયાંથી મળે? એક દિવસે મેં શાશ્વત જિનેશ્વર ભગવાનનાં દર્શન કરવાની