________________
પ૧
સુવર્ણ કુંડળ જિતશત્રુને ભેટ આપ્યાં, ત્યારે મેં નમ્રતાપૂર્વક તે કુંડલેની માગણી કરી, પરંતુ મારા પતિએ એ કુંડલે મને ન આપતાં મારી શકય કલાવતીને આપ્યાં.
એક વખતે મારા પતિ મારી શક્ય સાથે અષ્ટાપદ મહાતીર્થની યાત્રા કરવા જવા તૈયાર થયા ત્યારે મેં તેમને એ યાત્રા કરવાની મારી ઇરછા બતાવી, પરંતુ તેમણે તે મારે તિરસ્કાર કર્યો, ને કલાવતી સાથે યાત્રા કરવા ગયા.
યાત્રા કરીને આવ્યા પછી મારા પતિએ મારી શક્યને સુંદર આભૂષણો બનાવી આપ્યાં, મેં પણ મને નવા દાગીના બનાવી આપવા કહ્યું, ત્યારે તેમણે ગુસ્સે થઈ મને કહ્યું, જે તું તારું હિત ઈચ્છતી હોય તે કયારે પણ આવી વાત કીશ નહિ.”
કલાવતીમાં આસક્ત રાજાએ મારી એક પણ ઇચ્છા તે ભવમાં પૂર્ણ ન કરી.
ખરેખર, વિષયતૃષ્ણ માનવને સ્ત્રીને ગુલામ બનાવે છે. વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, સૂર્ય-ચંદ્ર, કાર્તિકેય આદિ દેવતાઓ પણ સ્ત્રીનું દાસત્વ સ્વીકારી સેવા કરે છે એવી વિષયતૃષ્ણને ધિક્કાર હો.
અપૂર્ણ ઈચ્છાઓના કારણે આર્ત ધયાનમાં મરવાથી બીજા ભવમાં મલયાચલ પર્વત પર હું મૃગલી થઈ તે વખતે એક દુષ્ટબુદ્ધિ મૃગ મારે પતિ થયે. તેને હું કાંઈ પણ કહું તે તે માનતે નહિ.