________________
કwા
હું વ્યાખ્યાન છઠું શું
છે
ધમે મંગળની ગાથા ઉપર પ્રથમ ધર્મનું સ્વરૂપ એ વિષય ચાલી રહ્યો છે. તમામ સુખ, સાહ્યબી અને સમૃદ્ધિનું મૂળ કારણ ધર્મ છે એ વાત નિર્વિવાદ છે. “વહુ લાવો ધો” એ વાક્ય અનુસાર અહીંયા વસ્તુને સ્વભાવ તેનું નામ ધર્મ સમજવાનું છે. અહીં આ વસ્તુ એટલે આત્મા લેવાનો છે અને તેને જે સ્વભાવ-ધર્મ લેવાનું છે. એટલે આત્મા જે પોતાના સ્વભાવને પ્રગટ કરવાનો પ્રયત્ન કરે તે જરૂર મુક્તિ પ્રાપ્ત કરી શકે !
જ્યારે માણસના પુણ્યનો ઉદય થાય છે ત્યારે તેને આપઆપ ઋદ્ધિસિદ્ધિ આવી મળે છે અને પાપના ઉદયમાં બધી રીતે માણસ પાયમાલ થાય છે. ધર્મની આરાધનાથી આત્મા પુણ્ય રૂ૫ ખજાનાને ભરે છે અને કમને નાશ પણ કરે છે. આત્માને પૂર્ણ સુખી કરનાર અને સાચું સુખ આપનાર જે કઈ હોય તે તે એક જ ધર્મ છે. ધર્મના ત્રણ પ્રકાર છે. ભગવાન શ્રી ઉમાસ્વાતિજી મહારાજ તત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રમાં જ ફરમાવે છે કે –
“સપના જાન-શારિત્રાળ મોક્ષમા”