________________
ધર્મ તત્વ પ્રકાશ
વાતે કરવા બેસીએ અને જ્ઞાનીની વાત ઉપર જજમેન્ટ આપવા તૈયાર થઈએ એ કેટલી બેહુદી વાત છે.
આજે આપણને આપણું મગજ ઉપર એટલે વિશ્વાસ છે તેટલે વિશ્વાસ આપણને આપણું જ્ઞાનીઓ ઉપર નથી. માટે જ કેટલીકવાર માણસ બેલી ઉઠે છે કે આ વસ્તુ અમારા મગજમાં નથી બેસતી, અમારા મગજમાં ઉતરેબેસે તો અમે માનીએ, પણ ભલાને પૂછો કે તારું મગજ કેટલું? તારું મગજ કેવું ? ભ્રમણ થતાં વાર ન લાગે, ચસકતા વાર ન લાગે-એવા મગજ પર વળી વિશ્વાસ છે ? પણ આ બધું ક્યારે સમજાય ! આત્મા જ્યારે સદ્દગુરુના સમાગમમાં સતત આવતા રહે ત્યારે જ તેને સાચું જ્ઞાનભાન થાય! શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ધર્મક્રિયા કરવાથી આત્મા કેવી રીતે સુખ સમૃદ્ધિને સ્વામી બની શકે છે તે વિષય ઉપર વિદ્યુતપ્રભાનું વર્ણન ચાલી રહ્યું છે. વિધુતપ્રભા
મંત્રીશ્વર વિદ્યુતપ્રભાના ઘેર જઈ તેના પિતાને બધી વાતથી વાકેફ કરે છે, બધી હકીકત સાંભળી તેના પિતાને ઘણે આનંદ થાય છે. પિતાને થયું કે મારી પુત્રી મહાભાગ્યશાળી છે. આ માટે રાજા પણ તેની માંગણી કરે છે. યોગ્ય પુત્રી એગ્ય સ્થાને જાય તે માતા પિતાને ઘણી ખુશી થાય એ સ્વાભાવિક છે. મંત્રીશ્વર વિદ્યુતપ્રભાના પિતાને સાથે લઈને મહારાજાની પાસે આવે છે. હવે શું બનાવ બને છે એ અગ્રે વર્તમાન.